Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ સાંજે દિલ્હી પહોંચ્યા : ભારત-જર્મની વચ્ચે વિવિધ ક્ષેત્રે 20 જેટલા કરારો કરાશે

મોદી અને મર્કેલની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે.

નવી દિલ્હી : જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ બે દિવસના ભારત પ્રવાસ અંતર્ગત ગુરૂવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા. તેમને આવકારવા માટે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ એરપોર્ટ પર હાજર હતા. એન્જેલા મર્કેલની સાથે જર્મનીના 12 મિનિસ્ટરનું પ્રતિનિધિમંડળ પણ ભારત પ્રવાસે આવ્યું છે.

  મર્કેલની આ યાત્રા દરમિયાન ભારત અને જર્મની જુદા જુદા ક્ષેત્રોમાં આશરે 20 જેટલા કરારો પર હસ્તાક્ષર કરી શકે છે. એન્જેલા મર્કેલના નવી દિલ્હી પહોંચવાના પહેલા ભારત ખાતેના જર્મનીના રાજદૂતે વાલ્ટર લિંડનરે માહિતી આપી હતી કે મોદી અને મર્કેલની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે.

(11:52 pm IST)