Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરકાર તમામ ભારતીય નાગરિકોની ગોપનીયતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ : વોટસઅપ પાસે માંગ્યો જવાબ

ઇઝરાયેલી 'સ્પાાઇવેયર' વોટ્સએપ દ્વારા જાસૂસી મામલે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું નિવેદન

નવી દિલ્હી : સરકાર તમામ ભારતીય નાગરિકોના ગોપનીયતાના રક્ષા કરવા કટિબદ્ધ છે તેમ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વ્હોટ્સએપ જાસૂસી મામલામાં કહ્યું હતું એમણે કહ્યું, ભારતના નાગરિકોની વ્હોટ્સએપ પર પ્રાયવર્સીના ઉલ્લંઘન થવાને લઇને સરકાર ચિંતિંત છે. વોટ્સએપ સાથે આ મામલે વાત કરી છે અને તેમને પૂછ્યું છે કે તે લાખો ભારતીયોની પ્રાયવર્સીની સુરક્ષાને લઇને શું કરી રહ્યા છે.

રવિશંકરે કહ્યું, સરકાર તમામ ભારતીય નાગરિકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી એજન્સીઓની પાસે દેશ હિતમાં રોક લગાવવા માટે સ્થાપિત પ્રોટોકોલ છે. તેમા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સીનિયર અધિકારીઓ દ્વારા પ્રતિબંધ અને સુપરવિજન સામેલ છે.

એક ન્યૂઝ ચેનલ એનડીટીવી હવાલાથી સમાચાર મળ્યા હતા કે, Whatsappના અધિકારીઓએ તેમને જણાવ્યું છે કે આ સપ્તાહે તેમની તરફથી ઘણા ભારતીયોને કહેવામાં આવ્યું હતું કે એક ઇઝરાયેલી 'સ્પાાઇવેયર' વોટ્સએપ દ્વારા તેમની જાસૂસી કરી છે. તેમા ભારતીય પત્રકાર, એક્ટિવિસ્ટ સામેલ છે. તેમની જાસૂસી મે માસમાં કરવામાં આવી છે.

મંગળવારે જ Whatsappની પેરેન્ટ કંપની ફેસબુકની તરફથી ઇઝરાયલની સાયબર સિક્યોરિટી કંપની NSO પર આરોપ લાગવતા કેસ દાખલ કર્યો છે, કે તેણે Whatsappના સર્વરનો ઉપયોગ કરીને 1400 વોટ્સએપ યૂઝરોને આ માલવેયર ફેલાવ્યો છે જેના દ્વારા તેણે જાસૂસી કરી છે.

તેમા 20 દેશોના પત્રકાર, સરકારના ઉચ્ચધિકારી, માનવાધિકાર એક્ટિવિસ્ટ સામેલ છે. ભારતમાં WION ટીવીના પત્રકાર સિદ્ધાંત સિબ્બલે ટ્વીટ કરી બતાવ્યું છે કે તેમનો પણ વોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. એમણે કહ્યું કે ટેક્નિકલી અને કાનૂની પગલા ઉઠાવવામાં આવ્યા છે.

Whatsappના એક અધિકારીએ કહ્યું છે કે, NSO કંપની ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓની જાસૂસી Peagasus સિસ્ટમ દ્વારા કરી રહી હતી. સાથે જ, Whatsappએ એક ડઝનથી વધારે વકીલ, પ્રોફેસર, દલિત કાર્યકર્તા અને પત્રકારોને આ વિશે સાવચેત કર્યા છે. જ્યારે યૂઝર્સની ડિવાઇસીઝને મે મહીનામાં સર્વિલાન્સમાં લેવામાં આવી હતી.

(8:29 pm IST)