Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમે કોઇપણ સ્‍થિતિમાં અમારા આ પગલાથી પાછળ નહીં હટીએ, સરકાર રચાવાની સ્થિતિમાં મંત્રીમંડળમાં 50-50 મંત્રીઓનું ગણિત જ રહેશે, બીજેપીની પાસે 145 ધારાસભ્ય છે, તો તે ચોક્કસ સરકાર બનાવી લેઃ શિવસેનાના વરિષ્‍ઠ નેતા સંજય રાઉત

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના અને બીજેપીની વચ્ચે શાંત થકી ખેંચતાણ ફરી એક વાર તીવ્ર બની ગઈ છે. હવે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતએ ફરી રાજ્યમાં સરકાર નિર્માણને લઈ મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે 50-50ના મુદ્દે ફરી એકવાર કહ્યુ કે અમે કોઈ પણ સ્થિતિમાં અમારા આ પગલાથી પાછળ નહીં હટીએ. તેઓએ કહ્યુ કે, સરકાર રચાવાની સ્થિતિમાં મંત્રીમંડળમાં 50-50 મંત્રીઓનું ગણિત જ રહેશે. જો બીજેપીની પાસે 145 ધારાસભ્ય છે, તો તે ચોક્કસ સરકાર બનાવી લે.

'અમે પાછળ નહીં હટીએ'

સંજય રાઉતે કહ્યુ કે અમે કોઈ પણ કિંમતે પાછળ નહીં હટીએ. જો કોઈ પોતાના વાયદાથી પાછળ હટે છે તો તેઓ અમારા સહયોગી છે. અમે અમારી માંગ પર કાયમ છીએ અને તેની સાથે આગળ જઈશું. પરંતુ અમારા મિત્ર પોતાના વાયદાથી ફરી રહ્યા છે.

બીજેપી આશ્વસ્ત હતી

આ પહેલા બીજેપીની પ્રવક્તા શ્વેતા શાલિનીએ કહ્યું હતું કે, 105 પોતાના ધારાસભ્યો ઉપરાંત બીજેપીની પાસે 15 અપક્ષ ધારાસભ્યોનો સાથ છે. તેઓએ કહ્યું કે, બીજેપીની ટિકિટની ઈચ્છા રાખનારા કેટલાક લોકો એવા છે જે અપક્ષ તરીકે ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓએ બીજેપીને પોતાનું સમર્થન આપ્યું છે. શાલિનીએ કહ્યું કે, મારું માનવું છે કે શિવસેનાની સાથે લઈને બીજેપી આરામથી સરકાર બનાવી લેશે. તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નવી સરકારમાં મુખ્ય હોદ્દા પર રહેશે.

'રાજકારણમાં કોઈ સંત નથી'

બીજી તરફ, શિવસેના નેતા સંજય રાઉતે બીજેપીને કહ્યુ હતું કે, તેઓ તેમની પાર્ટીને મહારાષ્ટ્રમાં આગામી સરકારની રચના માટે વિકલ્પ શોધવા માટે વિવશ ન કરે. તેઓએ તેની સાથે એમ પણ કહ્યુ કે રાજકારણમાં કોઈ સંત નથી હોતું. રાઉતે એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે, અમે ગઠબંધન (બીજેપીની સાથે)માં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ બીજેપીને અમે સરકાર રચવા માટે અન્ય વિકલ્પ શોધવા વિવશ નથી કરવા માંગતા.

રાઉતની આ વાત વરિષ્ઠ સહયોગી બીજેપીને એવો સંકેત હતો કે તેમના વગર સરકાર રચવી શિવસેના માટે અશક્ય નથી. તેઓએ દાવો કર્યો કે બંને પાર્ટી સત્તામાં બરાબરની ભાગીદારી પર સહમત થયા હતા અને આ સંબંધમાં મુંબઈમાં જાહેરાત પણ કરવામાં આવી હતી. રાઉતે કહ્યુ કે સરકાર રચવાને લઈ બીજેપી અને શિવસેનાની વચ્ચે હજુ સુધી કોઈ ચર્ચા નથી થઈ. મહારાષ્ટ્રમાં 288 સભ્યોવાળી વિધાનસભા માટે થયેલી ચૂંટણીમાં બીજેપીને 105 અને શિવસેનાને 56 સીટો મળી છે. શરદ પવારની એનસીપીને 54 સીટો જ્યારે કૉંગ્રેસના ભાગમાં 44 સીટો આવી છે.

(5:17 pm IST)