Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

શિવસેનાએ સૌને ચોંકાવ્યાઃ આદિત્ય ઠાકરે નહિ એકનાથ સિંદે બન્યા પક્ષના નવા નેતા

સીએમ પદને લઇને ખેંચતાણ વચ્ચે : શુ શિવસેના ભાજપની ઓફર સ્વીકારશે? જબરી ચર્ચા

મુંબઇ,તા.૩૧: મહારાષ્ટ્રમાં બીજેપીની સાથે મુખ્યમંત્રી પદ પર ચાલી રહેલા મંથન વચ્ચે આજે શિવસેના વિધાયક દળના બેઠક થઇ રહી છે. શિવસેનાની બેઠકમાં પક્ષના નેતા એકનાથ િંંસદેને વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે એ પહેલા અટકળો લગાવામાં આવી રહી છે કે આદિત્ય ઠાકરે જ આ પદ મળવાનું હતું. વિધાયક દળના નેતા માટે આદિત્ય ઠાકરે જ એક નાથ શિંદે નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. પક્ષે આ ઉપરાંત સુનીલ પ્રભુને વિધાનસભામાં મુખ્ય પસંદગી કરી છે.

વિધાયક દળની બેઠક બાદ શિવસેના એમ એલએ રાજ્યપાલની મુલાકાત કરવા માટે જશે પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ દુષ્કાળનાં મુદ્દા પર રાજયપાલ સાથે મુલાકાત કરશે.

બેઠક વચ્ચે શિવસેના તરફથી મુખ્યમંત્રી પદ પર કડક વલણ અપનાવીને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યંુ કે અમે અમારી માંગ થી પાછળ નહિ હટીએ અમારા મિત્રો પાછળ હટી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજે થઇ રહેલી વિધાયક દળની બેઠકમાં શિવસેના ભાજપની સાથે ચાલી રહેલી મુખ્યમંત્રી પદ પર ખેંચતાણ પર કોઇ નિર્ણય લઇ શકે છે અને પક્ષ તરફથી સભા બીજેપી પર ૫૦-૫૦ ફોર્મ્યુલા માટે દબાણ બનાવામાં આવ્યું હતું

(3:44 pm IST)