Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આતંકી બગદાદીનાં મોતનું કારણ બન્યું તેનું 'અંડરવેર'

કૈને ટ્વિટ પર કહ્યું કે ૧૫ મે થી અમે બગદાદીની આ જાણકારી ભેગી કરવા માટે CIA સાથે કામ કરી રહ્યા હતા

વોશીંગ્ટન, તા.૩૧: સીરિયાના  ઇદબીલ પ્રાંત સ્થિત બારિશામાં આઇએસઆઇએસ (ISIS) ખૂંખાર આંતકવાદી અબુ બકર અલ બગદાદીને અમેરિકી સેનાએ મોતને દ્યાટ ઉતાર્યો. છેલ્લી ક્ષણે બગદાદી બંકર તરફ ભાગ્યો અને ત્યાં સેનાની હાથે આવતા પહેલા બગદાદી પોતાના શરીર પર લાગેલા બોમ્બથી પોતાને ઉડાવી દીધો. જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે બગદાદીની મોત પાછળના મિશનને પાર પાડવા તેના 'અંડરવેર'બહુ મોટો હાથ છે. અને બીજા શબ્દોમાં કહીએ તો બગદાદીની મોતનું કારણ પણ આજ અંડરવેર બન્યું છે.

તમને જાણીને નવાઇ લાગશે પણ અમેરિકાના સૈનિકોએ બગદાદી પર થયેલા હુમલા પહેલા તેનું અંડરવેર મેળવીને તેનો DNA ટેસ્ટ કર્યો હતો. અને આ અંડરવેરથી મળેલા નમૂના પછી અહીં છુપાયેલો આતંકી બગદાદી જ છે તે વાતની પૃષ્ઠી થઇ હતી. જે પછી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ વાતની જાણકારી સોમવારે સીરિયન ડેમોક્રેટિક ફોર્સના એક વરિષ્ઠ સલાહકાર પોલટ કૈને આપી હતી.

આ માટે SDFના એક એજન્ટે ખૂબ જ સાવધાનીથી બારિશામાં તેના ઘરે પહોંચ્યો જયાં બગદાદી તેની પત્ની સાથે રહેતો હતો. અહીં જે આ ગુપ્તચર એજન્ટે બગદાદીના કેટલાક અંડરવેર ચોરી કર્યા અને અમેરીકાના દળોને આપ્યા. આ અંડરવેરથી મળેલા સેમ્પલથી ડીએનએ ટેસ્ટ કરી અમેરિકાએ ૧૦૦ ટકા ખાતરી કરી લીધી કે આ વ્યકિત બગદાદી જ છે. તે પછી ISISના આ ખૂંખાર આંતકીનું કામ તમામ કરવા માટે અમેરિકાની સેનાએ ઓપરેશન જેકપોટને અંજામ આપ્યો.

કૈન જણાવ્યું કે અમેરિકાના જે ઓપરેશન દરમિયાન બગદાદી માર્યો ગયો તેમાં તેમના ગ્રુપે મહત્વની ભૂમિકા ભજવી છે. કૈને ટ્વિટ પર કહ્યું કે ૧૫ મે થી અમે બગદાદીની આ જાણકારી ભેગી કરવા માટે CIA સાથે કામ કરી રહ્યા હતા. આમ અંડરવેરથી મળેલા ડીએનએ નમૂનાના કારણે બગદાદીને સફળતા પૂર્વક અમેરીકન સેના મોતને ઘાટ ઉતારી શકી.

(3:43 pm IST)