Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સેવીંગ્સ એકાઉન્ટમાં એક લાખથી ઓછા હશે તો વ્યાજ ઘટાડશે એસબીઆઇ

નવી દિલ્હી તા. ૩૧: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (એસબીઆઇ) એ એક લાખ રૂપિયાથી ઓછું બેલેન્સ ધરાવતા સેવીંગ ખાતા પર વ્યાજ દર ઘટાડયા છે. એક નવેમ્બરથી ૧ લાખથી ઓછા બેલેન્સવાળા સેવીંગ એકાઉન્ટ પર એસબીઆઇ ૩.પ૦ ટકાને બદલે ૩.રપ ટકા વ્યાજ આપશે. જો કે એસબીઆઇ એ ૧ લાખ રૂપિયાથી વધુ બેલેન્સ ધરાવતા સેવીંગ્સ ખાતા પર ૩ ટકાનો દર જાળવી રાખ્યો છે.એસબીઆઇ એ ખાસ મેચ્યોરીટીવાળી ફીકસ ડીપોઝીટોના વ્યાજ દરો પણ ઘટાડી દીધા છે. એફડીના નવા દરો ૧૦ ઓકટોબર ર૦૧૯ થી અમલમાં આવી ગયા છે. રીઝર્વ બેંકે આ વર્ષે અત્યાર સુધીમાં રેપો રેટમાં ૧.૩પ ટકાનો કાપ મુકયો હોવાથી બેઢંકે લોનના વ્યાજ દરો ઘટાડવાની સાથે એફડીના વ્યાજ દરો પણ ઘટાડયા છે.એસબીઆઇ એવી પહેલી બેંક છે જેણે રેપોરેટને સેવીંગ્સ ખાતા સાથે લીંક કર્યો છે. બેંકે પહેલી વાર ૧ મે થી આ સીસ્ટમ શરૂ કરી છે. સેવીંગ્સ એકાઉન્ટમાંથી વાર્ષિક ૧૦૦૦૦ રૂપિયાનું વ્યાજ કરમુકત છે. સીનીયર સીટીઝન્સને પ૦૦૦૦ રૂપિયા સુધીનું બચતખાતાનું વ્યાજ કરમુકત મળે છે.

(3:38 pm IST)