Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મોદી-શાહે આપી શ્રદ્ધાંજલિ

પુર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની આજે પૂણ્યતીથિ

સોનિયા-મનમોહન વગેરે પહોંચ્યા શકિતસ્થળ

નવી દિલ્હી તા. ૩૧: આજે દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની પૂણ્યતિથિ છે આ પ્રસંગે પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલી આપી છે. મોદીએ ટ્વીટ કરી પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ મેજર દયાનંદ સ્ટેડીયમથી ઇન્દીરા ગાંધીને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ સાથે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ ઇન્દીરા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી.

દિલ્હીના શકિત સ્થળ પર શ્રદ્ધાંજલી સભામાં ટોચના નેતાઓ હાજર રહ્યાં હતાં.

(3:37 pm IST)