Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વોડાફોન હવે ભારતમાંથી વિદાય લેવાની તૈયારીમાં

જંગી ખોટ, સુપ્રીમ કોર્ટનો આદેશ અને શેરના ગગડતા ભાવના કારણે વોડાફોન પેકઅપ કરશે.

નવી દિલ્હી તા ૩૧  : ટેલિકોમ બિઝનેસમાં આજકાલ બ્રિટનની કંપની વોડાફોન ભારતમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની તૈયારીમાં હોવાના અહેવાલ મળે છે. છેલ્લા કેટલાક દિવસથી વોડાફોનનું પેકઅપ થવાની અટકળો તેજ ચાલી રહી છે. વોડાફોન ગમે તે ક્ષણે ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે.

આઇએએનએસ દ્વારા આ અંગે ભારતમાં વોડાફોન આઇડિયાના પ્રવકતાને મોકલવામાં આવેલ ઇ-મેઇલ કોર્પોરેટ કોમ્યુનિકેશનના ગ્રુપ હેડ બેન કેડોવેનને મોકલવાનું જણાવાયું હતું. વોડાફોન ગ્રુપે આ ઇ-મેઇલનો હજુ સુધી જવાબ આપ્યો નથી.

અહેવાલ અનુસાર જોઇન્ટ વેન્ચર કંપની વોડાફોન-આઇડિયામાં ઓપરેટિંગ લોસ વધવાથી અને દર મહિને લાખો ગ્રાહકો કંપનીને છોડી રહ્યા હોવાથી અને માર્કેટ કેપમાં ઘટાડો થવાથી વોડાફોન પોતાના ભારતીય બિઝનેસમાંથી બહાર નીકળવા માગે છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર આપવામાં આવેલા ચુકાદા બાદ વોડાફોન-આઇડિયાને હવે ત્રણ માસમાં રૂ ૨૮,૩૦૯ કરોડ ચુકવવા પડશે. આ  ચુકાદા બાદ કંપનીનો શેર સતત ગગડી રહ્યો છે અને બાવન સપ્તાહની નીચેની સપાટીએ આવી ગયો છે. ગુરૂવારે આ શેરનો ભાવ માત્ર રૂ ૩.૮૧ હતો.

(3:37 pm IST)