Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

હું પીએમ કે સીએમના નિમંત્રણના લીધે નહીં પણ એક બંગાળીના બીજા બંગાળીને આમંત્રણને કારણે આવીશઃ શેખ હસીના

ભારત- બાંગ્લાદેશ વચ્ચેના ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશના વડાપ્રધાન હાજર રહેશે

નવીદિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારત- બાંગ્લાદેશ વચ્ચે કોલકત્તામાં રમાનાર ડે- નાઈટ ટેસ્ટ મેચમાં હાજર રહેવાના છે. આ અંગે તેમણે ઢાકામાં પોતાના નિવાસસ્થાને પત્રકારોને સંબોધન કરેલ. હસીનાએ જણાવેલ કે તેઓ મેચ જોવા જઈ રહયા છે કેમ કે એક બંગાળી (સૌરવ ગાંગુલી) એ આમંત્રિત કરી છે. તેમણે એમ પણ જણાવેલ કે હું પીએમ કે સીએમના નિમંત્રણના લીધે નહી પણ એક બંગાળીએ બીજા બંગાળી આમંત્રિત કર્યા છે. તેમણે જણાવેલ કે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે ફોન ઉપર વાત થઈ હતી. તેમણે મને મેચની શરૂઆતમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. શેખ હસીના મેચના પહેલા દિવસે હાજર રહેશે અને તે જ દિવસે બાંગ્લાદેશ પરત ફરશે.

(3:14 pm IST)