Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૦.રપ ટકા ઘટાડો

વ્યાજદરમાં ઘટાડો કરવાથી અમેરિકન અર્થતંત્ર મજબૂત થશેઃ ફેડ રિઝર્વ અધ્યક્ષ

નવી દિલ્હી તા. ૩૧ :.. અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે પોતાની બે દિવસીય મોનેટરી પોલીસીની બેઠકના સમાપન  પર આ વર્ષે ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૦.રપ ટકાનો ઘટાડો કર્યો છે. ફેડ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે હવે અમારી મોનેટર પોલીસી વધુ સારી સ્થિતિમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યાજદરમાં ઘટાડો કરવાના પગલાથી અર્થતંત્ર વધુ મજબુત સ્થિતિમાં રહેશે અને તેના કારણે જોખમો ઘટાડવામાં મદદ મળી રહેશે.

આ અગાઉ પણ અમેરિકન ફેડ રિઝર્વે ૧ ઓગસ્ટના રોજ વ્યાજદરમાં ૦.રપ ટકાનો ઘટાડો કર્યો હતો.ઓગસ્ટ પહેલાં બેન્કે ર૦૦૮ માં વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો. એન્જલ કોમોડીટીના જણાવ્યા અનુસાર અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા બાદ અમેરિકન ડોલર નબળો પડતાં હવે ભારતીય રૂપિયામાં મજબુતી જોવા મળશે. અમેરિકામાં હવે કેન્દ્રીય બેન્કના વ્યાજદર ૧.પ૦-૧.૭પ ટકાના દાયરામાં છે, જે અગાઉ બે ટકા હતાં.

(3:13 pm IST)