Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

તેરે મેરે બીચ મેં કૈસા હૈ યે બંધન અંજાના...

બીજેપીના પ્રધાને શિવસેનાને સંબોધીને ગાયું : નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે બીજેપી-સેનાના : સંબંધ વિશે ફિલ્મ એક દૂજે કે લીએનું ગીત લલકાર્યુ

મુંબઇ તા. ૩૧ :.. મહારાષ્ટ્રમાં સત્તાની વહેંચણીમાં બીજેપી સાથી પક્ષ શિવસેનાને મચક આપતો નથી અને બયાનબાજીનો સિલસિલો પુરજોશમાં ચાલે છે, એ વાતાવરણમાં અત્યારની સરકારમાં નાણાપ્રધાન રહી ચૂકેલા બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે બન્ને પક્ષોના અનોખા સંબંધનું વર્ણન ફિલ્મી ગીત ગાઇને કર્યુ હતું. ગઇકાલે દેવેન્દ્ર ફડણવીસને બીજેપી વિધાનસભા પક્ષના નેતાપદે ચૂંટયા પછી પ્રસાર માધ્યમો સાથેની વાતચીતમાં સુધીર મુનગંટીવારે ૧૯૮૧ ની હિન્દી રોમેન્ટિક ટ્રેજેડી 'એક દૂજે કે લીએ'નું ગીત ગાઇને શિવસેના સાથેના અનોખા સંંબંધો વર્ણવ્યા હતાં.

સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે 'શિવસેના સાથે બીજેપીનો અનોખો સંબંધ છે.' 'તેરે મેરે બીચ મેં કૈસા હૈ યે બંધન અંજાના, તૂને નહીં જાના, મૈને નહીં જાના.' રાજયની જનતાએ વિકાસ અને પ્રગતિ માટે મતદાન કર્યુ છે. એ જનમતને આપણે સમજવો જોઇએ. કોઇપણ સંજોગોમાં બીજેપી, શિવસેના તથા અન્ય પક્ષોની મહાયુતિ રાજયમાં આગામી સરકારની રચના કરશે.'

(1:21 pm IST)