Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

2019ની લોકસભા ચૂંટણીમાં 1400 લોકોના વ્હોટસએપ પર ઇઝરાયલે રાખી હતી નજર

સાન ફ્રાંસિસ્કોમાં એક અમેરિકી સંઘીય કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો :પેગાસસ સ્પાઈવેયરનો ઉપયોગ કરીને તેમના ફોન અત્યાધુનિક સર્વિલાંસમાં રાખ્યા હતા

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમાં જણાવાયું છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભારતના ઘણા પત્રકારો અને માનવાધિકાર એક્ટિવિસ્ટ પર નજર રાખવામાં આવી હતી. તે માટે ઈઝરાયલી સ્પાઈવેયર પેગાસસનો ઉપયોગ કરાયો હતો.

 જાણકારી મુજબ આ ખુલાસો સાન ફ્રાંસિસ્કોમાં એક અમેરિકી સંઘીય કોર્ટમાં થયો હતો જ્યાં એક સુનાવણી ચાલી રહી હતી. તેમાં વ્હોટ્સએપે આરોપ લગાવ્યો છે કે ઈઝરાયલી એનએસઓ જૂથે પેગાસસ સ્પાઈવેયરનો ઉપયોગ કરીને લગભગ1400 વ્હોટ્સએપ યુઝર્સ પર નજર રાખી હતી. જેમાં દેશના લગભગ 25 જેટલા શિક્ષણવિદો, વકીલો, દલિત એક્ટિવિસ્ટો અને પત્રકારો સાથે વ્હોટ્સઅપે સંપર્ક કર્યો હતો.

સાથે જ એ જાણકારી આપી હતી કે મે 2019માં બે અઠવાડિયા સુધી તેમના ફોન અત્યાધુનિક સર્વિલાંસમાં હતા
 વ્હોટ્સએપે ભારતમાં સર્વિલાંસ પર રાખેલા લોકોની ઓખળ અને સટીક સંખ્યાનો ખુલાસો કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. એનએસઓ ગ્રુપ અને ક્યુ સાઈબર ટેકનોલોજીજના વિરોધી કેસમાં વ્હોટ્સએપે આરોપ લગાવ્યો હતો કે આ કંપનીઓને યુએસ અને અને કેલિફોર્નિયાના કાયદાની સાથે સાથે વ્હોટ્સએપની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે.

(12:45 pm IST)