Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

INX media case

પી.ચિદમ્બરમને રાહત ન મળી, કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

નવી દિલ્હી,તા.૩૧:દેશના પૂર્વ નાણા મંત્રીઅને કોંગ્રેસના વરીષ્ઠ નેતા પી.ચિદમ્બરમ ની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. INX media caseમાં કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા તેમને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં માં મોકલી આપ્યા છે. જોકે, ઈ.ડી.એ આ મામલે વધુ એક દિવસની કસ્ટડી વધારવાની માંગ કરી હતી જે કોર્ટ ફગાવી છે.

આ ૧૪ દિવસ દરમિયાન ચિદમ્બરમે જેલમાં જ રહેવું પડશે. ચિદમ્બરમને તિહાડમાં ખરાબ સ્વાસ્થ્યને જોતાં કોર્ટે તેમની દ્યરના ભોજન માટેની અપીલ ગ્રાહ્ય રાખી છે. તેઓ જેલમાં ઘરનું ટિફિન મેળવી શકશે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન એક મહિલા વકીલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની તસવીર લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જજે તેમને કારણ પૂછ્યું હતું. જજના કારણ પૂછ્યા બાદ મહિલા વકીલે માફી માંગી હતી. ત્યારબાદ જજે મહિલા વકીલે કિલક કરેલી તસવીર ડિલિટ કરાવી હતી. મહિલાએ તસવીર ડિલિટ કરી ત્યારે મામલો થાળે પડ્યો હતો.

(11:51 am IST)