Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઓશોએ હસવાની કળા શિખડાવી

હું ઘણા વર્ષોથી ઓશોને વાંચુ છું, સાંભળુ છું. ઓશો પાસેથી મને કાવ્ય સર્જનની પ્રેરણા મળે છે. ઓશોના અનુયાયીઓને હંસતા આવડે છે.

ઓશો પહેલા ભાગ્યે જ કોઈ સંતે હાસ્યને આટલુ મહત્વ આપ્યુ છે. ઓશોએ સ્વયં આશ્ચર્યચકિત થાય છે કે કેમ આના ઉપર કોઈ પ્રયોગ નથી થયો. હસતો માણસ શારીરીક, માનસિક રૂપે સ્વસ્થ હોય છે. તેનંુ મન નિર્મળ હોય છે, તે અપરાધી અથવા વિધ્વંસક ન હોઈ શકે.

આજે ભારતભરમાં તથાકથિત સાધુઓ ઓશોના વિચારોની ચોરી કરે છે પણ ચોખ્ખી ખબર પડી જાય છે કે આ વાતો ઓશોની છે પણ આ લોકોના દંભના કારણે લોકો હસી નથી શકતા પણ ઓશોએ હાસ્યને એવો અનિવાર્ય ભાગ બનાવી દીધો હતો કે આ લોકો પ્રયત્ન કરે તો પણ નકલ ચોખ્ખી દેખાઈ આવે છે. ખરેખર તો દંભથી ભરેલા આ કથિત સાધુઓ જયારે હસે છે ત્યારે તેમનું હાસ્ય કદરૂપુ દેખાય છે.

આ નકલ ખોર લોકો જયારે ઓશોના શબ્દોને ઉપર ઉપરથી પકડીને બોલે છે અને અર્થનો અનર્થ કરે છે ત્યારે ચોખ્ખુ દેખાઇ આવે છે કે આ વાત અનુભવથી નથી આવી માત્ર ખોપરીમાંથી આવી રહી છે.

ઓશોના આપણે બધા આભારી છીએ કે તેમણે હાસ્યને આટલુ સન્માન આપ્યુ. ઓશોએ ઉત્સવ, હાસ્ય અને મૌન દરેક બાબતે વાતો કરી છે. મારી કવિતાઓ માટે ઓશો હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે.

અરૂણા જૈમિની (કવિ)

(11:50 am IST)