Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મનમોહનસિંહ સહિત પ૭પ શ્રદ્ધાળુઓનો પ્રથમ સમૂહ કરતારપુર કોરિડોર જશે

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ, હરદીપસિંહ પુરી, હરસિરત કૌર પણ સામેલ થશે

નવી દિલ્હી તા. ૩૧: કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનમાં આવેલા ગુરૂદ્વારા દરબારસાહિબ જનારા પહેલા ભારતીય ગ્રુપમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હશે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા જૂથમાં પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય પ્રધાન હરસિરત કૌર બાદલ અને પંજાબના સાંસદ-ધારાસભ્ય પણ સામેલ થયા છે. ભારતે મંગળવારે ગુરૂદ્વારા દરબારસાહિબ જનારા પ૭પ લોકોની યાદી પાકિસ્તાનને સોંપી છે.

ગુરૂનાનકદેવની પપ૦મી જયંતીના અવસરે ભારત-પાકિસ્તાનના શ્રદ્ધાળુઓ માટે કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતે સરહદથી ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સુધી કોરિડોર બનાવાયો છે. ર૪ ઓકટોબરે બન્ને દેશોએ કરતારપુર કોરિડોરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ કરતારપુર ગુરૂદ્વારામાં ગ્રુપનું નેતૃત્વ કરશે. ગુરૂદ્વારામાં કાર્યક્રમ બાદ ગ્રુપ પાછું પંજાબ આવી જશે. ગુરૂનાનક દેવે તેમના જીવનની અંતિમ ક્ષણ કરતારપુરમાં જ વિતાવી હતી. આ સાથે જ સમાચાર મળ્યા છે કે પાકિસ્તાન સરકારે પંજાબ સરકારના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળને નનકાના સાહિબમાં અખંડ પાઠ અને કીર્તનની મંજૂરી આપવા માટે ઇનકાર કરી દીધો હતો.

(11:30 am IST)