Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાષ્ટ્રીય એકતા દિવસ

પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરૂષને આપી શ્રદ્ધાંજલિઃ રાષ્ટ્રીય એકતાના શપથઃ એકતા-શકિત-શૌર્યનું પ્રદર્શન

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર પીએમ મોદી આજે સવારે કેવડીયા કોલોની પહોંચ્યા હતા. જયા તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી  હતી. વડાપ્રધાને આ પ્રસંગે આયોજીત એકતા દિવસ પરેડની સલામી લીધી હતી અને લોકોને શપથ લેવડાવ્યા હતા.સીઆરપીએફ મહિલા કેડેડ્સની પહેલી ટુકડીએ પરેડ કરી હતી. કર્ણસિંહના નેતૃતવ નીચે સીઆઇએસએફ બેન્ડ, સીમા સુરક્ષા દળ, નથુભાઇના આગેવાનીમાં બીએસએફ બેન્ડ, ભારત તિબ્બત સીમા પોલીસ બેન્ડ ગ્રુપે પરેડ કરી હતી. તે સીઆઇએસએફના જવાનોએ આતંકવાદી હુમલામાં કરાતી જવાબ કાર્યવાહીનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. આ ઉપરાંત એનએસજી કમાન્ડોએ પણ હેરતઅંગેજ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. જેના બાદ સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા ટીમ દ્વારા મોટર સાઇકલના કરતબ બતાવ્યા હતા. મહિલા પોલીસે બાઇક પર ઉભા રહીને વડાપ્રધાનને સલામી આપી હતી.

(11:10 am IST)