Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પાકિસ્તાનમાં લઘુમતિ અહમદી-મુસલમાનોની ૭૦ વર્ષ જુની મસ્જીદ તોડી પડાઇ

લાહોર તા. ૩૧ : પાકિસ્તાનમાં લઘુમતી અહમદીયોની ૭૦ વર્ષ જુની એક મસ્જીદ પંજાબ પ્રાંતના અધિકારીઓએ તોડી પાડી હતી. આ સમુદાયના સભ્યોએ માહિતી આપેલ. પાકિસ્તાની સંસદે ૧૯૭૪ માં અહમદી સમુદાયને બિન મુસ્લીમ જાહેર કરેલ. એક દાયકા બાદ તેમને મુસલમાન કહેવા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવાયેલ. તેમને ઉપદેશ દેવા અને ધાર્મિક યાત્રા કરવા સાઉદી અરબ જવા ઉપર મનાઇ ફરમાવાયેલ. અહમદી સમુદાયના પ્રવકતા સલીમુદ્ીને જણાવેલ કે જે મસ્જીદ તોડી પાડવામાં આવી છે તે લાહોરથી ૪૦૦ કિલોમીટર દુર બહાવલપુર જીલ્લાના હાસિલપુર ગામમાં છે.

સલીમુદ્ીને ટ્વીટમાં જણાવેલ કે હાસિલપુરના અધિકારીએ બલ્દીયા કાર્યકતાઓ સાથે૭૦ વર્ષ જુની અહમદી મસ્જીદ ઉપર હુમલો કરેલ અને વગર કોઇ નોટીસે ઇમારતનો કેટલોક ભાગ તોડી પડાયેલ. આ મસ્જીદ અહમદી સમુદાયની માલીકી વાળી જગ્યા બનેલ અને કેટલાય વર્ષોથી જેમની તેમજ હતી. ઉપરાંત લઘુમતી અહમદી સમાજના એક વ્યકિતએ કાર્યવાહીનો વિડીયો બનાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ની ટીકા પણ કરવામાં આવી હતી.

(10:25 am IST)