Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સામે મહાભિયોગ પ્રસ્તાવ માટે ઠરાવ જાહેર

આઠ પાનાના આ ઠરાવમાં જાહેર તપાસ માટે જણાવ્યું : કાલે મતદાન

નવી દિલ્હી : અમેરિકામાં નીચલા ગૃહ લોક પ્રતિનિધિ સભામાં બહુમતી ધરાવતી ડિમોક્રેટીક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેસામે મહાભિયોગ પ્રસ્તાવ માટે ઠરાવ જાહેર કરાયો છે. આઠ પાનાના આ ઠરાવમાં જાહેર તપાસ માટે જણાવ્યું છે. આવતી કાલે આ અંગે ગૃહમાં મતદાન થશે અને તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મહાઆરોપનામું રજુ કરવું કે નહીં તેનો નિર્ણય થશે.

 આ દરખાસ્તને વહાઇંટ હાઉસે અયોગ્ય ગણાવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે યુક્રેઇન પર દબાણ કરીને તેમના રાજકીય હરીફ જો બીડન અને તેના પુત્ર સામેના ભ્રષ્ટાચારના કેસની તપાસ કરાવવાનો આરોપ છે.

(12:00 am IST)