Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પાકિસ્તાનનો ફરીવાર યુદ્ધવિરામ ભંગ: રાજૌરી જિલ્લામાં એલઓસી પરની ચોકીઓ અને ગામોમાં બોમ્બમારો કર્યો

માચિલ ક્ષેત્રમાં એક નાગરિકનું મોત : પાંચ લોકો ઘાયલ

નવી દિલ્હી : પાકિસ્તાનની સેનાએ જમ્મુના રાજોરીજિલ્લામા એલઓસી પરની ચોકીઓ અને ગામો ઉપર બોમ્બમારો કરીને જમ્મુ કાશ્મીરમાં ફરીવાર યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે.

  સરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે આશરે બપોરે ત્રણ અને પંદર મિનિટે પાકિસ્તાનની સેનાએ સુંદરબની શ્રેત્રમાં એલઓસી પર નાના શસ્ત્રો અને માર્ટારથી ફાઇરિંગ કરી વિના ઉશ્કેરણીએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાનના ફાયરિંગના કારણે કોઇ હાની થયાના અત્યાર સુધી કોઇ અહેવાલ નથી ભારતીય સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો હતો. દિવસના પ્રારંભમાં ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માચીલશ્રેત્રમાં એલઓસી પર એક નાગરિકનું મરણ થયુ હતુ. અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા જ્યા તેમની સ્થિતિ સ્થિર છે

(12:00 am IST)