Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન : રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત્ કરાયું

નવાવર્ષના આશીર્વાદ લેવા માટે માતા હીરાબાના આશીર્વાદ લેવા રાયસણ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા

અમદાવાદ : કાલે 31 ઓક્ટોબર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયું છે કાલે તેઓ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લશે. સાથે વિવિધ પાર્કનું લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રીમોદીનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, અમદાવાદના મેયર બિજલ પટેલ અને મુખ્ય સચિવ જે.એન.સિંહએ સ્વાગત કર્યું હતું.

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટથી નવાવર્ષના આશીર્વાદ લેવા માટે માતા હીરાબાના આશીર્વાદ લેવા રાયસણ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાંથી તેઓગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. કાલે સરદાર પટેલની જન્મજયંતિને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેશે.

31 ઓક્ટોબર એકતા દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સવારે કેવડિયા કોલોની જશે ત્યારે વરસાદમાં પણ ખાસ વ્યવસ્થા કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જ્યાં તેઓ એકતા પરેડમાં હાજરી આપશે. પ્રવાસીઓ માટે પૂરો દિવસ રજા રાખવામાં આવી છે. જે અંગે સ્ટેચ્યુના CEO આઈ.કે.પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી જરૂરી માહિતી આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણ પૂજન કરશે

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સવારે 7.30 કલાકે કેવડિયા હેલી પેડ પર આવશે. જ્યાંથી સીધા 8.15 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પીએમ  મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણ પૂજન કરશે અને પુષ્પાંજલી અર્પણ કરશે.

 8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ, પોલીસ મેમોરિયલ મોમેન્ટો તેમજ પ્રદર્શનને ખુલ્લુ મુકશે. 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે. 9.45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે. વિવધ પ્રકલ્પોની મુલાકાત અને ઉદ્ઘાટન પણ કરશે. આમ વડાપ્રધાન સાંજે 5 વાગ્યા સુધી રોકાશે. જ્યાંથી તેઓ વડોદરા જશે અને વડોદરા એરપોર્ટ પરથી વિમાન મારફતે તેઓ નવી દિલ્હી જવા માટે રવાના થશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ કરી ટિકિટ ટાઇમિંગમાં પણ વધારો કરી સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી પ્રવાસીઓને ટિકિટ મળશે. પરંતુ 31 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.

વરસાદી માહોલમાં પણ કાર્યક્રમ તો થશે જવરસાદી માહોલમાં તંત્ર જો આવતીકાલે વરસાદ પડે તો ખાસ બંદોબસ્ત પણ કરી કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહે તેવી તમામ તૈયારીઓ કરી છે.

(11:08 am IST)