Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

અમેરિકામાં જન્મેલા ઈમિગ્રન્ટ્સના બાળકોને મળતું જન્મજાત નાગરિકત્વ રદ કરાશેઃ HBO સમક્ષ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન : બંધારણના ભંગ સમાન નિર્ણય વિરુદ્ધ કોર્ટ ફાઇટ થવાની શક્યતા

વોશિંગટન :અમેરિકામાં વસતા પરંતુ ત્યાંનું નાગરિકત્વ નહીં ધરાવતા ઈમિગ્રન્ટ્સના બાળકોને જન્મજાત મળતું નાગરિકત્વ રદ કરી દેવાશે.તેવું વિધાન તાજેતરમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કરતા હોબાળો મચી જવા પામ્યો છે.કારણકે બાબત અમેરિકાના બંધારણના ભંગ સમાન હોવાથી કોર્ટ ફાઇટ થવાના એંધાણ વરતાઇ રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  અમેરિકામાં 6 નવે.ના રોજ વચગાળાની ચૂંટણીઓ છે તેવા સંજોગોમાં ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન ચિનગારી સમાન બની શકે છે.કારણકે અમેરિકાના બંધારણનો 14 મો સુધારો ત્યાં જન્મ લેનાર બાળકને નાગરિકત્વ આપે છે.તેમ છતાં સુધારાના ઉલ્લંઘન વિષે HBO સમક્ષ ટ્રમ્પએ કરેલા નિવેદન વિષે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ માટે જરૂર પડ્યે વટહુકમ પણ બહાર પડી શકે છે.હાલમાં વિષય અંગે વ્હાઇટ હાઉસના લો ડિપાર્ટમેન્ટ દ્વારા ઇમિગ્રન્ટ પોલિસી સાથે અભ્યાસ થઇ રહ્યો છે.તેથી પ્રેસિડન્ટ ક્યારે બાબતનો અમલ કરે છે તે હવે પછીનો સમય બતાવશે તેવું જાણવા મળે છે.

(6:03 pm IST)