Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

લાલુની લથડી તબિયત : કિડની માત્ર 37 ટકા જ કાર્યરત ;લોહીમાં પણ ચેપ લાગ્યો :બીપી પણ ઘટ્યું

કિડની લગભગ નકામી બનવાની આરે પહોંચી: ચેપનો સામનો કરવા માટે એન્ટિબાયોટિક્સ અપાઈ છે

 

રાંચી : ઘાસચારા કૌભાંડ માટે દોષિત લાલુ પ્રસાદ યાદવની તબિયત ફરી બગડી છે. લાલુની કિડની માત્ર 37 ટકા કામ કરી રહી છે. લાલુ છેલ્લા એક વર્ષથી રાંચીના રિમ્સમાં તેની ગંભીર બિમારીઓને લઈને સારવાર લઈ રહ્યા છે. તેમની કિડની લગભગ નકામી બનવાની આરે પહોંચી ગઈ છે. તેમની સારવાર કરતા ડોક્ટર ડી કે ઝાએ જણાવ્યું હતું કે લાલુની કિડની માત્ર 37 ટકા કામ કરે છે. તેના સ્વાસ્થ્ય માટે સારો સંકેત નથી.

રિમ્સમાં લાલુ પ્રસાદ યાદવની દેખરેખ રાખી રહેલા ડો ઝાએ કહ્યું કે તેમના લોહીમાં પણ ચેપ લાગ્યો છે. બ્લડ પ્રેશરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. લાલુની સ્થિતિને ગંભીર ગણાવતા ડોક્ટરે કહ્યું કે પાછલા દિવસે તેમને ફોલ્લો થયો હતો, જેના કારણે ફરીથી ચેપ બહાર આવ્યો છે. સાપ્તાહિક તપાસમાં જાણવા મળ્યું કે તેની કિડની 50 ટકાથી માંડીને 37 ટકા સુધી કાર્યરત છે. તેમને હાલમાં ચેપનો સામનો કરવા માટે એન્ટિબાયોટિક્સ આપવામાં આવી રહ્યા છે.

(11:02 pm IST)