Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પીએમ મોદીના મુખ્ય સચિવ પદ છોડનાર નૃપેન્દ્ર મિશ્રાને જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવાઈ તેવી શકયતા

નૃપેન્દ્ર મિશ્રાને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવવામાં આવે તેવી પણ અટકળો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના સૌથી નજીકના અને વિશ્વાસુમાંના એક નૃપેન્દ્ર મિશ્રાએ  પ્રધાન સચિવ પદ છોડવાને લઇને અટકળો તેજ જોવા મળી રહી છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ ઉત્તર પ્રદેશ કેડરના 1967 બેચના આ સેવાનિવૃત્ત વરિષ્ઠ નૃપેન્દ્ર મિશ્રાને વડાપ્રધાન મોદી જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલની જવાબદારી સોંપે તેવી સંભાવના છે.

   નૃપેન્દ્ર મિશ્રાને નવરચિત કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. જો કે અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે, જેમાં નૃપેન્દ્ર મિશ્રાને દિલ્હીના ઉપરાજ્યપાલ પણ બનાવવામાં આવે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે  ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે.

 

  ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના કસિલી ગામના નિવાસી નૃપેન્દ્ર મિશ્રા વડાપ્રધાન મોદીના ગત કાર્યકાળથી જ NDA સરકારના સૌથી શક્તિશાળી અધિકારીમાં સામેલ છે. પીએમ મોદીએ 74 વર્ષીય નૃપેન્દ્ર પર સૌથી વધુ ભરોસ હોવાનું એ પણ કારણ છે કે જેને લઇને પ્રધાન સચિવ પદ પરની નિમણૂંક કરવા માટે ડીઓપીટીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

  આ વખતે ફરી સરકાર બનતા નૃપેન્દ્ર મિશ્રાને ફરી વખત પ્રધાન સચિવની નિમણૂંકની સાથે કેબિનેટના સચિવ પણ બનાવ્યાં હતા. જો કે નૃપેન્દ્ર મિશ્રાની ક્ષમતા પર પીએમ મોદીનો ભરોસોને જોતા તેમને જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે

(11:23 am IST)