Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સોશ્યલ મિડીયાના માધ્યમ દ્વારા ઉશ્કેરણીજનક સમાચારો ફેલાવી શકાય નહીઃ અમેરિકાના પ્રવાસ દરમ્યાન ભારતના આઇ.ટી. મિનીસ્ટર રવિશંકર પ્રસાદની વ્હોટસ એપ CEO સમક્ષ રજુઆત

કેલિફોર્નિયાઃ  ભારતના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મિનીસ્ટર રવિશંકર  પ્રસાદએ ર૬ થી ર૯ ઓગ. દરમિયાન અમેરિકાના , સાન ફ્રાન્સિસ્કા,સિલીકોન વેલ્લીે બે એરીયાની મુલાકાત લીધી હતી. જયાં તેઓ અગ્રણી ઇન્ડિયન અમેરિકન  તજજ્ઞોને  મળ્યા હતા. તથા તેમની સાથે સોશીયલ મિડીયાના ઉપયોગ અંગે વાતચીત કરી હતી.

 તેમણે જણાવ્યું હતું કે સોશીયલ મિડીયાનો દુરઉપયોગ ચલાવી શકાય નહી. તેમજ સોશીયલ મિડીયાના માધ્યમ દ્વારા ઉશ્કેરણીજનક સમાચારો ફેલાવી હિંસાને પ્રોત્સાહન આપવાનુૈં ચલાવી શકાય નહીં.  તેમણે આ મિડીયાનો ઉપયોગ ચૂંટણી માટે કરવો પણ ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું હતુ. સાથેસાથ  જણાવ્યું હતું કે ભારતમાં  નવા વિચારો તથા સંશોધનો આવકાર્ય છે.

આ પ્રવાસ દરમિયાન  તેઓ વ્હોટસ એપ ના CEO ક્રિસ ડેનિઅલ્સને પણ મળ્યા હતા. તથા વ્હોટસ એપ માધ્યમ દ્વારા ફેક ન્યુઝ ફેલાતા અટકાવી મોબ લીંચીંગ થતુ અટકાવવા અનુરોધ કર્યો હતો.

(8:58 pm IST)