Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ચીન બ્રહ્મપુત્ર નદીમાં પાણી છોડશે :આસામમાં પુરનું સંકટ -અરૂણચલ પ્રદેશમાં એલર્ટ :હાઇએલર્ટ

 

ચીન દ્વારા બ્રહ્મપુત્ર નદીમાં પાણીનું સ્તર વધતા ભારતને  હાઇ એલર્ટ કરી દેવામાં આવેલ છે. નદીમાં પાણીનું સ્તર વધતા પૂરની આશંકા છે  જાણકારી અરૂણાચલ પ્રદેશનાં સાંસદ નિનોંગ ઇરિંગે આપી હતી નદીને ચીનમાં સાંગ્પો, અરૂણાચલમાં સિયાંગ અને અસમમાં બ્રહ્મપુત્રનાં નામથી ઓળખવામાં આવે છે.

કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ચીનમાં અભૂતપૂર્વ સ્થિતિ છે કે જ્યાં સાંગ્પોમાં પાણીનાં વધતા સ્તરે 150 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેથી ચીને ભારત સાથે સૂચના જાહેર કરી છે. ઇરિંગે કહ્યું કે, ચીનમાં ભારે વરસાદ બાદ સાંગ્પોમાં પાણીનું સ્તર ઘણું વધી ગયું છે.

  તેઓએ જણાવ્યું કે,"સ્થાનીય પ્રશાસને તેઓને જણાવ્યું કે ચીનની સરકારે ભારત સરકારને કહી દીધું છે કે અરૂણાચલ પ્રદેશમાં પૂર આવી શકે છે. અમે એલર્ટને ગંભીરતાથી લીધી છે અને લોકોને વિશે ચેતવણી પણ આપવામાં આવી છે." ઇરિંગે કહ્યું કે તેઓનાં ગામડાંઓ પર પણ ભારે પૂરનો ખતરો મંડાઇ રહ્યો છે.

(8:58 am IST)