Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

માત્ર 20 સેકન્ડ બચેલ ! તો રાહુલ ગાંધીને લઇ જતું ચાર્ટડ વિમાન ક્રેશ થઇ જાત !:માનવીય ભૂલની શંકા : કાવત્રુ હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી તપાસ માંગી

નવી દિલ્હી :અંગ્રેજી સમાચાર ચેનલ ટાઈમ્સ નાઉએ ચોંકાવનારી વિગતો જાહેર કરી છે

  26મી એપ્રિલે રાહુલ ગાંધી દિલ્હીથી હુબલી આવતા હતા ત્યારે તેમના ચાર્ટડ વિમાનમાં ટેક્નિકલ ખરાબી સર્જાણી હતી,ડીસીજીની તપાસનો રિપોર્ટ ટાંકીને ચોંકાવનારો વિસ્ફોટ કરાયો છે

   ટાઈમ્સ નાઉનાં જણાવ્યા પ્રમાણે 26મી એપ્રિલે ટેક્નિકલ ખામીને લીધે વિમાન ઉપર પાયલોટ જો કાબુ લઇ શકત નહીં તો માત્ર 20 સેકન્ડમાં વિમાન તૂટી પડત,

   જાતની ટેક્નિકલ ખરાબી પાછળ માનવીય ભૂલ સંભવી શકે છે તેવું પણ રિપોર્ટ કહે છે

  પછી વિમાનને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવાયેલ।કોંગ્રેસ ઘટના અંગે કાવત્રુ હોવાની એફઆરઆઇ પણ નોંધાવી હતી ગંભીરતાથી તપાસની માંગણી કરી હતી

(8:59 am IST)