Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વેઈટર તરીકે કામ કરનારી અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશા બર્કસે મેડલની દાવેદાર

ખેલાડી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં નોકરી કરતી હતી : પરિવારમાં ચાલતા વિખવાદ વચ્ચે ક્યુનેશા બર્કસ ઘરના બિલ ભરતી હતી અને પોતાની બહેનોને સ્કૂલે લઈ જતી

ટોક્યો, તા.૩૧ : દુનિયાના સૌથી મોટા રમતોત્સવ ગણાતા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ઘણા ખેલાડીઓનુ જીવન પ્રેરણાદાયી છે. અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશા બર્કસે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર શાનદાર રીતે પૂરી કરી છે.ક્યુનેશા બર્કસ ૧૦ વર્ષ પહેલા મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતી હતી અને આજે તે અમેરિકા માટે મેડલની દાવેદાર છે.

ક્યુનેશા બર્કસ ૧૬ વર્ષની હતી ત્યારે પરિવારને સપોર્ટ કરવા માટે તેણે મેકડોનાલ્ડમાં કામ શરુ કર્યુ હતુ.તેના માતા પિતા અલગ થઈ ગયા હતા અને માતાએ બીજા લગ્ન કર્યા હતા.પરિવારમાં ચાલતા વિખવાદ વચ્ચે ક્યુનેશા બર્કસ ઘરના બિલ ભરતી હતી અને પોતાની નાની બહેનોને સ્કૂલે લઈ જતી હતી.ઘરના બીજા કામ પણ તે કરતી હતી. આવામાં પણ બાસ્કેટબોલમાં તેને ઘણો રસ હતો.

પોતાની બાસ્કેટબોલની ગેમ સુધારવા માટે તેણે દોડવાનુ શરુ કર્યુ હતુ અને તે વખતે કોચે તેને રનિંગમાં કેરિયર બનાવવાની સલાહ આપી હતી.પહેલા તો ક્યુનેશા બર્કસે વાત પર ધ્યાન આપ્યુ નહોતુ.જોકે જ્યારે તેણે રમતને સમજવા માંડી ત્યારે તેની ઉત્સુકતા વધવા માંડી હતી.

તેને લોન્ગ જમ્પમાં પણ રસ પડ્યો હતો. શરુઆતમાં તેને લોન્ગ જમ્પ કરતી વખતે કપડા ખરાબ થવાનો ડર લાગતો હતો પણ બાદમાં તેણે ગેમમાં પોતાનુ પ્રદર્શન સુદારવા માંડ્યો હતુ.કેટલાક મહિનાઓ બાદ તે ૨૦ ફૂટ સુધીનો જમ્પ કરવા માંડી હતી. ૨૦૧૯માં અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપ વખતે તેણે પોતાના દાદાને ગુમાવ્યા હતા.જોકે તે કહે છે કે, ઘટનાએ મને માનસિક રીતે વધારે મજબૂત બનાવી હતી.

(7:26 pm IST)