Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

બોક્સર પૂજા રાની ચીનની લી કિયાન સામે હારી ગઈ

ઓલિમ્પિક બોક્સિંગમાં ભારતને વધુ એ કઆંચકો : પરાજય સાથે ભારતીય ખેલાડી સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ

ટોક્યો, તા.૩૧ : ભારતની મહિલા બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની લી કિયાન સામે ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. સાથે પૂજા રાનીના ઓલિમ્પિક અભિયાનનો અંત આવી ગયો છે.

તેનું મેડલ જીતવાનું સપનું પણ રોળાયું છે. આમ બોક્સિંગ ઈવેન્ટમાં મેરી કોમ બાદ ભારતની વધુ એક બોક્સર બહાર થઈ છે. ત્રણેય રાઉન્ડમાં ચીનની બોક્સર આગળ રહી હતી. ચીની બોક્સરે એક બાદ એક આક્રમક પંચ પૂજા પર લગાવ્યા હતા. બીજા રાઉન્ડમાં પણ પૂજા રાની -૦થી હારી હતી. પ્રથમ રાઉન્ડમાં પૂજા રાનીને હાર મળી હતી.

તે -૦થી રાઉન્ડ હારી હતી. ચીનની લી કિયાન અહીં આક્રમક જોવા મળી હતી. ૩૦ વર્ષની પૂજા રાનીનો સામનો ત્રીજી રેક્ન હાસિલ ચીનની લી કિયાન સામે હતો.

પૂજા બે વખત એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાની સફરમાં ચીની બોક્સરને હરાવી ચુકી છે. પૂજા રાનીએ માર્ચ ૨૦૨૦માં આયોજીત એશિયા/ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમિફાઇનલમાં પહોંચીને ટોક્યોની ટિકિટ હાસિલ કરી હતી. સાથે તે ટોક્યો ગેમ્સમાં ક્વોલિફાઇ કરનારી ભારતની પ્રથમ બોક્સર બની હતી.

(7:21 pm IST)