Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સામાન્‍ય નાગરિકોમાં પોલીસની નકારાત્‍મક ધારણા મોટો પડકાર-કોરોના વિરૂદ્ધ લડાઇમાં પોલીસ કર્મચારીઓએ દેશવાસીઓ સાથે ખભે ખભ્‍ભા મિલાવીને કામ કર્યું: નરેન્‍દ્રભાઇ મોદી

વડાપ્રધાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય પોલીસ એકેડમીમાં ભારતીય પોલીસ સેવાના ટ્રેઇનર્સને વર્ચ્‍યુઅલી સંબોધન કર્યું

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2019 બેચના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે ચર્ચા પૂર્ણ થઇ છે. પીએમ મોદી દ્વારા કાર્યક્રમમાં હાજર અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. પીએમ મોદીએ એક એક કરીને તમામ અધિકારીઓ સાથે વાત કરતા દેશમાં પોલીસ વ્યવસ્થાને સારી બનાવવાની દિશામાં પોતાનું સંબોધન આપ્યુ હતુ. પીએમ મોદી વર્ચુઅલી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં ભારતીય પોલીસ સેવા (IPS)ના ટ્રેઇનર્સને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય પણ વર્ચુઅલી સાથે જોડાયેલા રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યુ, સામાન્ય નાગરિકોમાં પોલીસની નકારાત્મક ધારણા એક મોટો પડકાર છે. COVIDની શરૂઆતમાં આ ધારણા થોડી બદલાઇ ગઇ હતી કારણ કે પોલીસ ગરીબો અને જરૂરીયાતમંદોની મદદ કરી રહી હતી. જોકે, આ ધારણા નકારાત્મક જ બનેલી છે. આ સુનિશ્ચિત કરવુ પોલીસની નવી પેઢીની જવાબદારી છે કે આ ધારણા બદલવામાં આવે.

પીએમ મોદીએ કહ્યુ, ગત વર્ષોમાં પોલીસ ફોર્સમાં દીકરીઓની ભાગીદારી વધારવાના નિરંતર પ્રયાસ કરવામાં આવ્યા છે. અમારી દીકરી પોલીસ સેવામાં જવાબદારી સાથે વિનમ્રતા, સહજતા અને સંવેદનશીલતાના મૂલ્યોને સશક્ત કરે છે.

વડાપ્રધાને કહ્યુ- કોરોના વિરૂદ્ધ લડાઇમાં અમારા પોલીસ કર્મીઓએ, દેશવાસીઓ સાથે ખભાથી ખભો મીલાવીને કામ કર્યુ છે. આ પ્રયાસમાં કેટલાક પોલીસ કર્મીઓએ પોતાના પ્રાણ પણ ગુમાવવા પડ્યા છે, હું તેમણે શ્રદ્ધાંજલિ આપુ છુ અને દેશ તરફથી તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.

પીએમ મોદીએ કહ્યુ- તમારી સેવા દેશના અલગ અલગ જિલ્લામાં હશે, શહેરોમાં હશે. માટે તમારે એક મંત્ર યાદ રાખવાનો છે. ફિલ્ડમાં રહેતા તમે જે પણ નિર્ણય કરો, તે દેશહિતમાં હોવો જોઇએ. તમારે હંમેશા આ યાદ રાખવાનું છે કે તમે એક ભારત, શ્રેષ્ઠ ભારતના પણ ધ્વજવાહક છો. માટે તમારે દરેક એક્શન, તમારી દરેક ગતિવિધિમાં Nation First, Always First- રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમની ભાવના રિફ્લેક્ટ થવી જોઇએ.

પીએમ મોદીએ કહ્યુ, તમે એક એવા સમય પર કરિયર શરૂ કરી રહ્યા છો, જ્યારે ભારત દરેક વિસ્તાર, દરેક સ્તર પર પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તમારી કરિયર આવનારા 25 વર્ષ, ભારતના વિકાસના સૌથી મહત્વના 25 વર્ષ થવાના છે, માટે તમારી તૈયારી, તમારી મનોદશા, આ મોટા લક્ષ્ય અનુકૂળ હોવી જોઇએ.

પીએમ મોદીએ કહ્યુ, 1930થી 1947 વચ્ચે દેશમાં જે રીતે દેશના યુવા આગળ વધીને આવ્યા, એક લક્ષ્ય માટે એકજુટ થઇને આખી યુવા પેઢી જોડાઇ ગઇ, આજે તે મનોભાવ તમારી અંદર અપેક્ષિત છે, તે સમયે દેશના લોકો સ્વરાજ્ય માટે લડ્યા હતા. આજે તમારે સુરાજ્ય માટે આગળ વધવાનું છે.

વડાપ્રધાને કહ્યુ, મારો દર વર્ષે આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવા સાથીઓ સાથે વાતચીત કરૂ. તમારા વિચારોને સતત જાણતો રહું. તમારા વિચાર, સવાલ, ઉત્સુકતા, મારી માટે પણ ભવિષ્યના પડકાર સામે લડવામાં મદદરૂપ બનશે.

પીએમ મોદીએ કહ્યુ, આ વર્ષની 15 ઓગસ્ટની તારીખ, પોતાની સાથે આઝાદીની 75મી વર્ષગાંઠ લઇને આવી રહી છે. 75 વર્ષમાં ભારતે એક સારા પોલીસ સેવાના નિર્માણનો પ્રયાસ કર્યો છે. પોલીસ ટ્રેનિંગ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ તાજેતરના વર્ષોમાં ઘણો સુધારો થયો છે.

IPS પ્રોબેશનર્સને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ, જો પોલીસ પોતાના દલમાં ફિટનેસને ભાર આપશે તો સમાજના યુવા ફિટ રહેવા માટે વધુ પ્રેરિત થશે.

(5:01 pm IST)