Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી વર્તમાન લોકસભા-રાજ્યસભા સત્ર કોઇ ચર્ચા કે મહત્વપૂર્ણ બિલ વગર હંગામામાં સમાપ્ત થઇ જવાની સંભાવનાઃ પેગાસસ ભાજપ માટે ચિંતાનો વિષય

ઍક જ મુદ્દા ઉપર કોંગ્રેસ અને વિરોધ પક્ષો સરકારને ઘેરવામાં સફળ

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર કોઈ પણ કામ વગર ધોવાઈ જવા તરફ આગળ વધી રહ્યું છે. પોતાના બચાવમાં લાગેલી સરકાર પર વિપક્ષ એક સાથે પુરી મજબૂતીથી પેગાસસના મુદ્દા પર દબાણ બનાવી રહ્યુ છે. પીએમ રહેતા નરેન્દ્ર મોદીના સાત વર્ષમાં આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે વિપક્ષે બન્ને સદનમાં કામ થવા દીધુ નથી, અહી સુધી કે લોકસભામાં પણ ભાજપ પાસે ભારે બહુમત છે.

જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી, વર્તમાન સત્ર કોઈ ચર્ચા, ચર્ચા અથવા મહત્વપૂર્ણ બિલ વગર હંગામામાં સમાપ્ત થઇ શકે છે. આ સત્તાધારી સરકાર સામે એક રાજકીય કાળો ડાઘ છે અને પીએમ મોદીના અન્ય ત્રણ વડા પ્રધાનો પીવી નરસિંહ રાવ, આઈ કે ગુજરાલ અને મનમોહન સિંહની બરાબરીમાં આવવાનો ખતરો છે જેને આ રીતની બદનામીનો સામનો કરવો પડ્યો હતો. પેગાસસ ભાજપ માટે મોટી ચિંતાનો વિષય છે.

ત્રણ બિંદુ જેની પર વિપક્ષે મોદી સરકારને નિશાને લીધી

સરકારે આ કહેવાનો સતત ઇનકાર કરવો છે કે તેને ઇઝરાયલની ટેકનોલોજી કંપની એનએસઓ પાસેથી વિવાદિત પેગાસસ સ્પાઇવેર ખરીદ્યુ છે કે નથી ખરીદ્યુ. સવાલથી બચવુ એક નકારાત્મક રણનીતિ છે અને આ શક ઉભો કરે ચે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોચી ગયો છે જ્યા બે પત્રકારોએ એક અરજી દાખલ કરી આ સવાલનો સીધે સીધો હાં અથવા નામાં જવાબ માંગ્યો છે.

મોટા વિપક્ષી નેતાઓ, પત્રકાર, સિવિલ સોસાયટીના કાર્યકર્તાઓ અને અહી સુધી કે બંધારણીય પદો પર બેઠેલા લોકો સુધીના ફોન ટેપ કરવા માટે પેગાસસ સ્પાઇવેરના ઉપયોગના ખુલાસાની તપાસનો આદેશ આપવાથી બચવા સરકારનો સ્પષ્ટ પ્રયાસ. આ પેગાસસ ખુલાસા બાદ ચાર અન્ય દેશ ફ્રાંસ, ઇઝરાયલ, હંગરી અને મોરક્કોએ તુરંત કેસની તપાસના આદેશ આપ્યા છે. વધુ નુકસાન કરનારા ખુલાસાની સંભાવના છે કારણ કે સત્ય શોધવા માટે ભારતની બહાર આંતરરાષ્ટ્રીય આયામ ધરાવતા આ સ્કેન્ડલની તપાસ ચાલી રહી છે.

પેગાસસ વિવાદ મોદી સરકાર માટે એક મોટી ચિંતા બનતો જઇ રહ્યો છે. ભાજપે આ સારી રીતે યાદ રાખવુ જોઇએ કે કેવી રીતે માત્ર એક મુદ્દા પર તે આખા સત્રને ચાલવા ના દેવા મજબૂર કરી કોંગ્રેસ સરકારને ઘેરવામાં સફળ રહી હતી.

પહેલા પણ હંગામાનો મળ્યો ફાયદો

પ્રથમ વખત ભાજપે આ રણનીતિનો સફળતાપૂર્વક ઉપયોગ 1995ના શિયાળુ સત્ર દરમિયાન કર્યો હતો જ્યારે તે સમયની નરસિમ્હા રાવ સરકારમાં ટેલીકોમ મંત્રી સુખરામ વિરૂદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર સંસદના બન્ને સદનોને ચાલવા દેવામાં આવ્યા નહતા.

2012માં વધુ એક શિયાળુ સત્ર કામ વગર હંગામાની ભેટ જતુ રહ્યુ હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 2જી ટેલીકોમ કૌભાંડની સંયુક્ત સંસદીય સમિતિ પાસે તપાસની માંગને લઇને મનમોહન સિંહ સરકાર પર દબાણ બનાવ્યુ હતું.

જ્યારે કોંગ્રેસે સંસદમાં હંગામો કરી જનતાના પૈસા બરબાદ કરવાનો આરોપ ભાજપ પર લગાવ્યો તો મોટા નેતાઓ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીએ આ રણનીતિને યોગ્ય ઠેરવી હતી. સુષ્મા સ્વરાજે કહ્યુ હતું, સંસદમાં કામ ના થવા દેવુ પણ લોકતંત્રનું એક રૂપ છે. તેના કેટલાક દિવસ પહેલા અરૂણ જેટલીએ પણ કહ્યુ હતું, આવી તક હોય છે જ્યારે સંસદમાં હંગામાથી દેશને વધુ ફાયદો થાય છે.

(5:01 pm IST)