Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ડેલ્ટા વેરિઅન્ટ અછબડાની જેમ ઝડપથી લોકોમાં ફેલાય છે : અન્ય વેરિઅન્ટની તુલનાએ ગંભીર બીમારીનું કારણ બની શકે

આલ્ફા કરતાં ડેલ્ટા વેરિઅન્ટ ૧૦ ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે: અમેરિકાના CDCના અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હી :  કોરોના વાઈરસના ડેલ્ટા વેરિઅન્ટે આખા વિશ્વમાં ખોફ જગાવ્યો છે. અમેરિકામાં કરવામાં અભ્યાસનાં તારણો જણાવે છે કે ડેલ્ટા વેરિઅન્ટ અછબડાની જેમ ઝડપથી લોકોમાં ફેલાય છે અને વાઇરસના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

 અમેરિકાના CDCના અહેવાલમાં જણાવાયું છે કે વેક્સિનના તમામ ડોઝ લીધેલા લોકો દ્વારા જેમણે વેકિસન લીધી નથી તેવા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી પ્રસરે છે. આલ્ફા કરતાં ડેલ્ટા વેરિઅન્ટ ૧૦ ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. કોઈ વ્યક્તિ સંપર્કમાં આવતા જ સંક્રમણનો ખતરો વધે છે.

(12:25 pm IST)