Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર ભોગવી રહેલા મીડિયા માધ્યમોએ કોઈની બદનામી કરતા સમાચારો પ્રસિદ્ધ ન કરવા જોઈએ : બહુચર્ચિત સેક્સ સીડી મામલે કર્ણાટકના ભાજપ ધારાસભ્ય રેણુકાચાર્યની બદનક્ષી થાય તેવા સમાચારો પ્રસિદ્ધ કરવા ઉપર કોર્ટની રોક

કર્ણાટક : બહુચર્ચિત કર્ણાટક સેક્સ સીડી મામલે મીડિયા માધ્યમો દ્વારા ભાજપ ધારાસભ્ય રેણુકાચાર્યની બદનક્ષી થાય તેવા સમાચારો તથા વિડિઓ રજૂ કરવા ઉપર કોર્ટે રોક લગાવી છે.

એક મહિલાને નોકરી અપાવી દેવાના બદલામાં તેની પાસે સેક્સની માંગણી કરતો વિડિઓ વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં હલચલ મચી જવા પામી હતી.આ સેક્સ સીડીમાં રાજ્યના 6 મિનિસ્ટરો  તથા એક કેન્દ્રીય મિનિસ્ટરને સંડોવાયા હતા. જેઓ વિરુદ્ધ બદનામી થાય તેવા સમાચારો કે વિડિઓ પ્રસિદ્ધ કરવા ઉપર કોર્ટે રોક લગાવ્યા બાદ હવે ભાજપ ધારાસભ્ય રેણુકાચાર્યની બદનક્ષી થાય તેવા સમાચારો પ્રસિદ્ધ કરવા ઉપર પણ કોર્ટે ચુકાદો ન આવે ત્યાંસુધી વચગાળાની રોક લગાવી છે.

ઉલ્લેખનીય છે કે સીડી કાંડને કારણે  જળ સંસાધન મંત્રી રમેશ જરકીહોલીએ નોકરીના બદલામાં અજાણી મહિલા પાસે સેક્સની માંગણી કરવાનો  આરોપ લાગ્યા બાદ રાજીનામું આપ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:19 am IST)