Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અમે ન્યાયધીશ ઉત્તમ આનંદના મૃત્યુ પર ઝડપી, અને વ્યાવસાયિક તપાસ ઈચ્છીએ છીએ : 3 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા ઝારખંડ હાઈકોર્ટનો SIT ને નિર્દેશ

સાથોસાથ જાન્યુઆરી 2020 પછી રાજ્યમાં ગુનાખોરીના ગ્રાફ અંગે કોર્ટમાં અહેવાલ રજૂ કરવાનો ડીજીપીને આદેશ

ઝારખંડ : મોર્નિંગ વોકમાં નીકળેલા ધનબાદ કોર્ટના ન્યાયધીશ ઉત્તમ આનંદને એક વાહને ધક્કો મારી પછાડી દીધા હતા.જેઓને હોસ્પિટલે લઇ જવાયા બાદ તેમનું મૃત્યુ થયું હતા.

આ ન્યાયધીશ પાસે એક મહત્વનો ગુનાખોરીને લગતો કેસ ચાલતો હોવાથી તેમના અકસ્માતે મૃત્યુ બાબતે શંકા સેવાઈ રહી છે. આથી ન્યાયધીશ ઉત્તમ આનંદના મૃત્યુ પર ઝડપી, અને વ્યાવસાયિક તપાસ કરી 3 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા ઝારખંડ હાઇકોર્ટે સ્પેશિઅલ ઇન્વેસ્ટીગેટ ટીમને નિર્દેશ કર્યો છે. સાથોસાથ જાન્યુઆરી 2020 પછી રાજ્યમાં ગુનાખોરીના ગ્રાફ અંગે કોર્ટમાં અહેવાલ રજૂ કરવાનો પણ ડીજીપીને આદેશ કર્યો છે.

બુધવારે ઓટો રિક્ષા દ્વારા અડફેટમાં લેવાઈ ગયેલા જજ આનંદના મૃત્યુ અંગે હાઈકોર્ટે શરૂ કરેલા સુઓમોટો  કેસમાં ચીફ જસ્ટિસ ડો.રવિ રંજન અને જસ્ટિસ સુજીત નારાયણની ડિવિઝન બેન્ચે આ નિર્દેશ આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે સીસીટીવી કેમેરા દ્વારા જોવા મળ્યા મુજબ જજ ઉત્તમ આનંદ રસ્તાની એક બાજુએ ચાલી રહ્યા હતા તેમ છતાં તેઓને અડફેટમાં લઇ પછાડી દેવાયેલા જણાતા આ કામ ઇરાદાપૂર્વક થયું હોવાનું જણાતું હતું.જેથી આ અંગે તપાસ કરી  3 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા ઝારખંડ હાઈકોર્ટનો SIT ને નિર્દેશ કર્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(10:39 am IST)