Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અધિકની અસર : આ વર્ષે બળેવ, ગણેશચતુર્થી ૧૮ દિવસ મોડી

તહેવારોની સિઝનમાં નવરાત્રી પહેલાના પર્વો મોડા અને પછીના પર્વો ૧૦-૧૧ દિવસ વહેલા આવશે

નવી દિલ્હી,તા. ૩૧: હિન્દુ પંચાગ અને શાસ્ત્રોમાં ચંદ્ર અને સૂર્યના રાશિ પરિવર્તનના તફાવતને આધારે દર ત્રણ વર્ષે એક વાર અધિક માસનો ઉમેરો થાય છે. ગત ૨૦૨૦ની સાલમાં અધિક એટલે કે પુરુષોત્ત્।મ માસ આવ્યો હતો. જેને લઇને ચાલુ વર્ષે શરૂ થયેલા હિન્દુ પર્વોની મૌસમ પર સીધી અસર જોવા મળશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આસો માસમાં અધિક માસ આવ્યો હોય આ વર્ષે નવરાત્રિ પહેલાના રક્ષાબંધન, ગલેશચતુર્થી સહિતના પર્વો ૧૮-૧૯ દિવસ મોડા આવશે. જયારે નવરાત્રિ પછીના દશેરો, દિવાળી સહિતના પર્વો ૧૦-૧૧ દિવસ વહેલા આવશે.

જયોતીષીના જણાવ્યા મુજબ, હિન્દુ પંચાગ પ્રમાણે ચંદ્રમાં દર ર૭ દિવસે રાશી બદલે છે. જયારે સૂર્ય એક મહિને રાશી પરિવર્તન કરે છે. આ બન્ને વચ્ચે ૩ દિવસનો તફાવત રહી જતાં દર ત્રીજા વર્ષે પૂર્ણ માસ બને છે. દર અહીથી ત્રણ વર્ષે એક માસનો થતો વધારો અધિક માસ અથવા તો પુરૂષોત્ત્।મ માસ ગણવામાં આવે છે. બે અધિક માસ વચ્ચે સામાન્યપણે ૨૮થી  ૩૬ માસનું અંતર હોય છે. કેટલાક શાસ્ત્રોમાં તો આ અંતર ૩૨ મહિના, ૧૪ દિવસ અને ૪ કલાકનું નોંધવામાં આવ્યું છે. જે મહિને સૂર્ય સંક્રાતિ ન હોય તે અધિક માસ હોય છે. તેનાથી વિપરીત જે મહિને બે સૂર્ય સંક્રાતિ હોય તે ક્ષય માસ ગણવામાં આવે છે. આ બન્ને મહિને શુભ કાર્યો થઇ શકતા નથી. ગત વર્ષે ૨૦૨૦માં સપ્ટેમ્બર માસમાં આસો માસની સાથે અધિક માસ આવ્યો હતો. જયારે હવે ર૦ર૩ની સાલમાં ફરી અધિક માસ આવશે. નોંધનીય છે કે, ગત વર્ષે આસો માસની સાથે અધિક માસ આવ્યો હોય આ વર્ષે આસો માસ એટલે કે નવરાત્રિ પહેલાના ગુરૂપૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી સહિતના પર્વો ગત વર્ષની સરખામણીએ ૧૮-૧૯ દિવસ મોડા આવશે. ગત વર્ષે અધિક માસને કારણે જ ગણેશોત્સવ અને નવરાત્રિ વચ્ચે દોઢ મહિનાનું અંતર રહ્યુ હતુ. તેનાથી વિપરીત ગત વર્ષે આસો માસમાં અધિક માસને કારણે આ વર્ષે નવરાત્રિ બાદ આવતા દશેરો, દિવાળી, નૂતન વર્ષ સહિતના પર્વો ૧૦-૧૧ દિવસ વહેલા આવશે. આમ, ગત વર્ષે અધિક માસને કારણે આ વર્ષે હિન્દુ તહેવારોની તારીખમાં તફાવત જોળા મળશે.

કેટલાક મહત્વના પર્વોની તારીખમાં ફેરફાર

પર્વ

૨૦૨૦

૨૦૨૧

ગુરૂપૂર્ણિમા

પ જુલાઇ

૨૩ જુલાઇ

શ્રાવણમાસ શરૂ

ર૧ જુલાઇ

૯ ઓગસ્ટ

રક્ષાબંધન

૩ ઓગસ્ટ

રર ઓગસ્ટ

જન્માષ્ટમી

૧ર ઓગસ્ટ

૩૦ ઓગસ્ટ

ગણેશચતુર્થી

રર ઓગસ્ટ

૧૦ સપ્ટેમ્બર

અનંતચૌદશ

૧ સપ્ટેમ્બર

૧૯ સપ્ટેમ્બર 

નવરાત્રિ આરંભ

૧૭ ઓકટોબર

૯ ઓકટોબર

દશેરો

૨૫ઓકટોબર

૧૫ ઓકટોબર

વાઘ બારસ

૧૨ નવેમ્બર

૧ નવેમ્બર

ધનતેરસ

૧૩નવેમ્બર

ર નવેમ્બર

દિવાળી

૧૪ નવેમ્બર

૪ નવેમ્બર

નૂતન વર્ષ

૧૬ નવેમ્બર

પ નવેમ્બર

(10:13 am IST)