Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પુલવામા હુમલાના મુખ્ય આરોપી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આંતકીને ભારતીય સુરક્ષા દળોએ ઠાર માર્યા

અથડામણમાં એ.કે.-૪૭, એક-એમ ૪ રાઈફલ સહિત દારૂગોળો જપ્ત કરાયો

(સુરેશ એસ. ડુગર દ્વારા) જમ્મુ, તા. ૩૧ :. ભારતીય સુરક્ષા દળોએ પુલવામાના ડાચી ગામમાં અથડામણ દરમિયાન પુલવામાના મુખ્ય આરોપી અને પાકિસ્તાની નાગરીક તથા જૈશ-એ-મહમદના પ્રમુખ મસુદ અઝહરના નજીકના સંબંધી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. બીજા આતંકીની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે.

આ અથડામણ દરમિયાન એ.કે. ૪૭ અને એક એમ-૪ રાઈફલ સહિત દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આતંકી લંબુને પોલીસ ઘણા સમયથી શોધી રહી હતી.

સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા હતા કે પુલવામાના ત્રાલના નાગબેરાન તારસરના જંગલમાં આતંકવાદીઓ છુપાયા છે જેથી પોલીસ અને આર્મીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આત્મસમર્પણ માટે જણાવ્યુ હતુ પરંતુ આતંકવાદીઓએ ફાયરીંગ શરૂ કરતા સામે પક્ષે પોલીસ અને આર્મી જવાનોએ પણ ફાયરીંગ કરતા બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા.

(3:46 pm IST)