Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અરબી સમુદ્રમાં ઓમાન નજીક ઈઝરાયેલી બિઝનેસમેનના ઓઈલ ટેન્કર પર હુમલો

ઘટના ઓમાનના માસિરા ટાપુ નજીક બની: . બ્રિટિશ સૈન્યના મરીન ટ્રેડ ઓપરેશન્સના અહેવાલમાં આ દાવો :ઓમાને હુમલાની વાતને ફગાવી દીધી

અરબી સમુદ્રમાં ઓમાનની જળસીમામાં ઈઝરાયેલના બિઝનેસમેનના ઓઈલ ટેન્કર ઉપર હુમલો થયો હતો. બ્રિટિશ સૈન્યના મરીન ટ્રેડ ઓપરેશન્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલો કોણે કર્યો અને તેમાં કેટલું નુકસાન થયું તે બાબતે હજુ સુધી વિગતો જાહેર કરવામાં આવી ન હતી.

ઓમાનથી ૩૦૦ કિલોમીટરના અંતરે અરબ સાગરમાં ઈઝરાયેલના એક ખાનગી ઓઈલ ટેન્કર ઉપર હુમલો થયો હતો. બ્રિટિશ સૈન્યના મરીન ટ્રેડ ઓપરેશન્સે કહ્યું હતું કે આ ઘટના અંગે તપાસ શરૃ કરવામાં આવી છે. આ હુમલા બાબતે ઈઝરાયેલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું. ઓમાને હુમલાની વાતને ફગાવી દીધી હતી. પશ્વિમ એશિયામાં તૈનાત અમેરિકાના નૌકાકાફલાએ પણ હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી ન હતી. હુમલો થયો તે શીપનું નામ મેરસેટ સ્ટ્રીટ હતું. ઘટના ઓમાનના માસિરા ટાપુ નજીક બની હતી.
હુમલો સમુદ્રી લૂંટફાટના ઈરાદે કરવામાં આવ્યો હોવાની શક્યતાને સૂત્રોએ નકારી દીધી હતી. આ હુમલાને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલતી તંગદિલી સાથે જોડવામાં આવી રહ્યો છે. ગયા મહિને પણ ઈઝરાયેલના આ કાર્ગો શીપ ઉપર હુમલો થયો હતો. એ હુમલો ઈરાને કર્યો હોવાનો દાવો ઈઝરાયેલી સૈન્યએ કર્યો હતો.
ઈઝરાયેલના ઉદ્યોગપતિ ઈયાલ ઓફેરના જોડિયાક ગુ્રપના લંડન સ્થિત જોડિયાક મેનેજમેન્ટે કહ્યું હતું કે મેરસેક સ્ટ્રિટ નામનું ઓઈલ ટેન્કરમાં લીબિયાનો ધ્વજ હતો એ મૂળ જાપાની માલિકીનું છે. તેમાં ઓઈલ ભરેલું ન હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું. મરીન ટ્રાફિકના કહેવા પ્રમાણે સેટેલાઈટ ઈમેજના આધારે હુમલો થયાનું જણાય છે. એ હુમલો બ્રિટન જે સ્થળે દાવો કરે છે તેની આસપાસ જ થયો છે. જોકે, તે બાબતે સત્તાવાર રીતે બીજી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.

(12:18 am IST)