Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

એટલાન્ટિક મહાસાગરના બાલ્ટિકમાં ભારત- રશિયાની નૌસેના વચ્ચે યોજાઈ લશ્કરી કવાયત

ભારતના એડમિરલ કરમબીર સિંહ પણ ભાગીદાર બન્યા

નવી દિલ્હી :  ભારત-રશિયાની નૌસેના વચ્ચે દ્વિવાર્ષિક લશ્કરી કવાયત થઈ હતી. ઈન્દ્રા નેવીની આ ૧૨મી સંયુક્ત લશ્કરી કવાયત હતી. આ કવાયત એટલાન્ટિક મહાસાગરના બાલ્ટિકમાં યોજાઈ હતી.

રશિયન નેવીનો ૩૨૫મો સ્થાપના દિવસ ઉજવાતો હતો, તેના ભાગરૂપે આઈએનએસ તબારને સેન્ટ પીટરબર્ગમાં યોજાયેલી કવાયતમાં ખાસ ભાગ લેવા મોકલાયું હતું.

એ કાર્યક્રમમાં ભારતના એડમિરલ કરમબીર સિંહ પણ ભાગીદાર બન્યા હતા. ૨૮-૨૯ જુલાઈએ થયેલી આ લશ્કરી કવાયતની તસવીરો સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.

(12:07 am IST)