Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

બેંકો પછી હવે LICની એનપીએમાં ૮.૧૭%નો જબ્બર વધારો

LIC અર્થતંત્રમાં થયેલા ધબડકાને જવાબદાર ગણાવે છે

નવી દિલ્હી તા. ૩૧ : બેંકો પછી હવે LICની એનપીએ (નોન પ્રોડકિટવ એસેટ્સ)માં પણ જંગી વધારો થયો હોવાની જાણકારી મળી હ તી. ૨૦૧૯-૨૦ના વર્ષમાં એનપીએમાં ૮.૧૭ ટકાનો વધારો નોંધાયો હતો. LICની કુલ સંપત્ત્િ। ૩૧.૯૬ લાખ કરોડ રૂપિયાની હતી. વીતેલ નાણાંકીય વર્ષમાં એમાં સાવ મામુલી વધારો થયો હતો. આગલા વર્ષે LICની અસ્કયામતો ૩૧,.૧ લાખ કરોડ રૂપિયાની હતી. એની તુલનાએ જોઇએ તો ૨૦૧૯-૨૦ના વર્ષમાં LICની સંપત્ત્િ।માં સાવ નજીવો વધારો નોંધાયો હતો. આમ થવાથી આમ આદમીની સંપત્ત્િ। પર જોખમ વધ્યું હતું.

LICના એક વરિષ્ઠ અધિકારીએ પોતાની ઓળખ છૂપાવવાની શરતે એવી માહિતી આપી હતી કે અર્થતંત્રમાં થયેલા ધબડકાની અસર LICની સંપત્ત્િ। પર પણ થઇ હતી. ખાસ કરીને કોર્પોરેટ સેકટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડ વધ્યા હતા. એની પ્રતિકૂળ અસર LICની સંપત્ત્િ।ને થઇ હતી. ચાલુ વર્ષના માર્ચની ૨૦મીએ LICની એનપીએ ૩૬,૬૯૪.૨૦ કરોડ રૂપિયાની હતી. આગલા વર્ષે આ એનપીએ ૨૪,૭૭૨.૨ કરોડ રૂપિયાની હતી. ૨૦૧૯ના સપ્ટેબરની ૩૦મીએ LICની એનપીએ વધીને ૩૦,૦૦૦ કરોડની થઇ ગઇ હતી. આ અધિકારીએ એવો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે છેલ્લાં થોડાં વરસોમાં કોર્પોરેટ સેકટરમાં ડિફોલ્ટર્સ ખૂબ વધી જવાથી એનપીએમાં પણ વધારો નોંધાયો હતો.

હકીકતમાં LICની કુલ સંપત્ત્િ।ના ૬૦દ્મક ૭૦ ટકા સરકારી સિકયોરિટીઝમાં રોકવામાં આવી હતી. બાકીની રકમ ઇકિવટી શેર્સમાં અને કોર્પોરેડટ કર્જ રૂપે રોકાણમાં મૂકાઇ હતી. ૨૦૧૯-૨૦માં LICએ આગલા વર્ષની તુલનામાં પ્રીમિયમમાં પચીસ ટકાનો ગ્રોથ મેળવ્યો હતો, પ્રાઇવેટ કંપનીઓમાં આ ગ્રોથ ૧૧.૬૪ ટકાનો રહ્યો હતો.

પ્રીમિયમથી LICની આવકમાં ૧૨.૪૨ ટકાનો વધારો નોંધાયો હતો. હવે LICના પ્રીમિયમની આવકનો આંકડો ૩.૭૯ લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો. વાસ્તવમાં બેંકોની જેમ LICને પણ કોર્પોરેટ સેકટરની લોનમાં ફટકો પડ્યો હતો. LIC પાસેથી કર્જ લઇને પરત નહીં ચૂકવનારી કંપનીઓમાં બહુ મોટાં મોટાં નામ છે એમ આ અધિકારીએ કહ્યું હતું.

(4:26 pm IST)