Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવામાં વિલંબથી સુપ્રીમકોર્ટ ખફા : કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

નોનસેન્સ હું નહીં ચલાવી લઉ. : કરાર કર્યાના છ મહિના પછી તેઓ કેવી રીતે નીકળી શકે છે?

નવી દિલ્હી : એક  સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આઇઆઇટી મુંબઇ પર એ વખતે ખફા થઇ હતી જ્યારે એને ખબર પડી કે દેશના પાટનગરમાં પ્રદુષણને નિયંત્રણ કરવા 'સ્મોગ ટાવર' ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટમાંથી ખસી જવા ઇચ્છે છે. કોર્ટે કહ્યું હતું કે જો આવું કરશે તો તો તેની સામે બદનકશીની કાર્યવાહી કરાશે.અત્યંત કડક શબ્દોમાં કોર્ટે આઇઆઇટી મુંબઇ અને અન્યોને કોર્ટના ઓર્ડર પર અમલ નહીં કરવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર પાસે જવાબ પણ માંગ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે આઇઆઇટી મુંબઇ અને તાતા પ્રોજેક્ટસ લિ.ના અધિકારીઓની મુલાકાત અને કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા લખાયેલા એક ડ્રાફટ કરાર પછીના છ મહિના બાદ પ્રોજેક્ટમાંથી નીકળી જતાં તેને સજા કરી શકે છે.' આ નોનસેન્સ હું નહીં ચલાવી લઉ.

કોર્ટના ઓર્ડરમાં વિલંબ કરવાના આરોપસર અમે આઇઆઇટી મુંબઇ અને અન્યોને સજા કરીશું. કરાર કર્યાના છ મહિના પછી તેઓ કેવી રીતે નીકળી શકે છે? એક સરકારી પ્રોજેક્ટમાંથી તેઓ કેવી રીતે પાછળ ખસી શકે? હું તેમની સામે અદાલતના અપમાનનો કેસ કરીશ' એમ જસ્ટિસ અરૂણ મિશ્રાએ આજે કહ્યું હતું.

કેન્દ્ર વતી હાજર રહેલા અને કોર્ટની નારાજગીથી નિસહાય બની ગયેલા સોલિસિટર જનરલની બોલતી બંધ થઇ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અને દિલ્હી સરકારને દિલ્હીમાં પ્રદુષણ નિયંત્રણ કરવા ગયા વર્ષે ડીસેમ્બરમાં કોનોટ પેલેસમાં ત્રણ મહિનામાં સ્મોગ ટાવર ઊભા કરવા ઓર્ડર કર્યો હતો.એ વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આવા ટાવર ઊભા કરવા ઓછામાં ઓછા છ મહિના લાગશે. કોર્ટે કેન્દ્ર પાસે જવાબ પણ માંગ્યો છે.

(1:23 pm IST)