Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

' જય ભોલેનાથ ' : શ્રાવણ મહિનામાં સારા સમાચાર : ભગવાન શિવની 9 મી સદીની પ્રાચીન મૂર્તિ બ્રિટનથી પરત આવશે : ચાર ફુટ ઊંચી નટરાજની મુદ્રા ધરાવતી દુર્લભ મૂર્તિ રાજસ્થાનના મંદિરમાંથી ચોરાઈ હતી

ન્યુદિલ્હી : શિવભક્તો માટે શ્રાવણ માસમાં સારા સમાચાર આવ્યા છે.જે મુજબ ભગવાન ભોળાનાથની 9 મી સદીની  પ્રાચીન મૂર્તિ  બ્રિટનથી પરત આવશે .
ચોરોએ રાજસ્થાનના એક મંદિરમાંથી આ મૂર્તિની ચોરી કરી હતી અને બ્રિટનમાં સ્મગલ કર્યું હતું. હવે આ મૂર્તિ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને પાછી અપાશે.ચાર ફુટ ઊંચી પથ્થરની ભગવાન શિવની નટરાજની મુદ્રા ધરાવતી આ મૂર્તિ અતિ દુર્લભ મનાય છે.
આ મૂર્તિ ૧૯૯૮માં રાજસ્થાનના બરોલીના ઘાતેશ્વર મંદિરમાંથી ચોરી હતી. ૨૦૦૩માં એવું જાણવા મળ્યું હતું કે આ મૂર્તિ બ્રિટનમાં સ્મગલ કરાઇ છે. બ્રિટનમાં ભારતના હાઇ કમીશને કહ્યું હતું કે ‘લંડનમાં આ માહિતી મળી તો બ્રિટન સત્તાવાળાઓનો સંપર્ક કરાયો હતો અને તેમના સહકારથી આ બાબત મૂર્તિ જેની પાસે હતી તેને જાણ કરાઇ હતી. તેણે સ્વૈચ્છિકરીતે આ મૂર્તિ ૨૦૦૫માં ભારતીય હાઇ કમીશનને પાછી આપી હતી.’

(11:19 am IST)