Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ભારતમાં ઓનલાઇન ફુડ ડીલીવરી ક્ષેત્રે ઝંપલાવશે Amazon.com: સ્વિગી, તથા ઝોમેટોને ટકકર આપે તેવા ગુણવત્તા યુકત ફુડ માટે સ્થાનિક રેસ્ટોરન્ટ સાથે વાટાઘાટ સાથે સ્ટાફની ભરતીની પ્રક્રિયા શરૂ કર્યાના વાવડ

સિપ્લેઃ આંતર રાષ્ટ્રિય ક્ષેત્રે વ્યાપારમાં થઇ રહેલી સ્પર્ધાઓ વચ્ચે Amazon.comએ ભારતમાં ઓનલાઇન ફુડ ડીલીવરીમાં ઝંપલાવવાનું નક્કી કર્યુ છે.

યુ.એસ.ના સિપ્લે ખાતે હેડ કવાર્ટર ધરાવતી આ કંપની સ્થાનિક આઇ.ટી-ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ શ્રીનારાયણ મુર્થી સ્થાપિત કાટા-મારન સાથે પાર્ટનરશીપ ધરાવે છે. તથા ઉપરોકત નવા સાહસ માટે તેણે સ્ટાફની ભરતીની પ્રક્રિયા ચાલુ કરી દીધી હોવાનું જાણવા મળે છે. જો કે હજુ આ આયોજન જાહેર નથી કરાયું ત્યાં સુધી કંપની વિશેષ માહિતી આપવાનો ઇન્કાર કરી રહી છે.

જાણવા મળ્યા મુજબ આ નવું સાહસ સપ્ટેં. મહિનાથી શરૂ થવામાં છે. જે માટે ભારતના સ્થાનિક રેસ્ટોરન્ટસ મારફત ફુડ ડીલીવરી કરાશે. ભારતના મધ્યમ વર્ગમાં ઓનલાઇન ફુડ મંગાવવાનું ચલણ વધી રહ્યુ છે. જેમાં ૨૦૧૮ની સાલમાં ૧૭૬ ટકાનો વધારો નોંધાયો હતો. જો કે નફાના પ્રમાણ અંગે જુદી જુદી ભ્રામક માન્યતાઓ છે. પરંતુ કંપની લોકલ સ્ટાર્ટ અપ્સ સ્વિગી, ઝોમેટો જેવાની સામે ગુણવત્તાયુકત ફુડ માટે ટકકર લેશે.

ઉલ્લેખનીય છે કે ઉબર ટેકનોલોજીએ પણ ૨૦૧૭ની સાલમાં ભારતમાં ફુડ ડીલીવરી સર્વિસ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. પરંતુ સ્થાનિક કંપનીઓ સામે ટકકર ઝીલી શકેલ નહીં. તેવું જાણવા મળે છે.

(6:43 pm IST)