Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

દેશના ૫૦ ટકાથી વધુ જીલ્લાઓનું ભુગર્ભ જળ દુષિતઃ ઝેરી તત્વોનું ચિંતાજનક પ્રમાણ

વિવિધ પ્રકારની બિમારીઓને આમંત્રણ આપે છે દુષિત પાણીઃ નાઈટ્રેટનું પ્રમાણ સ્વીકાર્ય લીમીટથી વધુ હોય ભુગર્ભ જળમાં

નવી દિલ્હી, તા. ૩૧ :. ભારતના ૫૦ ટકાથી પણ વધુ જીલ્લાઓમાં ભુગર્ભ જળમાં ઝેરી તત્વો હોવાનું બહાર આવ્યુ છે. ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા ઝેરી તત્વોને કારણે દેશના ૫૦ ટકાથી વધુ જીલ્લાઓમાં ભુગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ તેની સ્વીકાર્ય લીમીટ કરતા વધુ હોવાનું જણાયુ છે.

નાઈટ્રેટ ઉપરાંત ફલોરાઈડ, આઈરન, આર્સેનિક અને હેવી મેટલનું પણ ચિંતાજનક પ્રમાણ હોવાનું સરકારે સંસદમાં જણાવ્યુ હતું.

રૂત્ર્ં ના કહેવા મુજબ પીવાના પાણીમાં નાઈટ્રેટને કારણે શરીરમાં ઓકસીજન લઈ જવામાં લોહીની ક્ષમતા ઘટાડી દયે છે.  આ ચિંતાજનક બાબત છે કે જ્યાં ભુગર્ભ જળ દુષિત થઈ ગયુ છે. દિલ્હીના ૧૧માંથી ૭ જિલ્લાઓમાં જરૂર કરતા વધુ ફલોરાઈડ, નાઈટ્રેટ, આસેનિક અને ધાતુ ભુગર્ભ જળમાં માલુમ પડયા છે.

દેશના ૩૮૬ જીલ્લાઓમાં જરૂર કરતા વધુ નાઈટ્રેટ માલુમ પડયુ છે. જ્યારે ૩૩૫ જીલ્લાઓમાં ફલોરાઈડ, ૩૦૧ જીલ્લાઓમાં આઈરન, ૨૧૨ જીલ્લાઓમાં સાલીનીટી, ૧૫૩માં આર્સેનિક, ૯૩માં ધાતુ, ૩૦માં કોરીમીયમ અને ૨૪ જીલ્લાઓમાં કાડમીયમ માલુમ પડયુ છે. દેશના અનેક જીલ્લાઓમાં રહેલા ભુગર્ભ જળમાં એક, બે કે ત્રણથી વધુ ઝેરી તત્વો માલુમ પડયા છે.

જો કે સરકારે નોંધ્યુ છે કે દેશના મોટાભાગમાં પીવાના પાણી તરીકે ભુગર્ભ જ ળનો જ ઉપયોગ થાય છે, પરંતુ ત્યાં બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડની સ્વીકાર્ય લીમીટ કરતા પણ વધુ ઝેરી તત્વો જોવા મળ્યા છે.

ઝેરી તત્વો સાથેનું ભુગર્ભ જળ પીવાથી ચામડીનું કેન્સર, કીડની, ફેફસા, હાઈબીપી સહિતની બિમારીઓ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, યુપી, તાલીમનાડુ, તેલંગણા, પ.બંગાળ જેવા રાજ્યોમાં હેવી મેટલ સહિત તમામ પ્રકારના ઝેરી તત્વો એક કે તેથી  વધુ જીલ્લાઓમાં જોવા મળ્યા છે.

(11:25 am IST)