Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રાજસ્થાનના લોકોને 100 યુનિટ વીજળી મળશે મફત : મુખ્યમંત્રી ગેહલોતે કરી મોટી જાહેરાત

વીજળી ગ્રાહકોને પહેલા 100 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં દરેક રાજકીય પાર્ટીઓ પુરજોશ પ્રયાસમાં લાગેલી છે. આ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગેહલોતે રાજસ્થાનની જનતાને વીજળી દરોમાં મોટી રાહત આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે વીજળી ગ્રાહકોને પહેલા 100 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે. 

સીએમ ગેહલોતે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત કર્યા પછી, એવો પ્રતિસાદ મળ્યો કે વીજળીના બિલમાં સ્લેબ મુજબની મુક્તિમાં થોડો ફેરફાર થવો જોઈએ. મે મહિનાના વીજળીના બિલમાં ફ્યુઅલ સરચાર્જને લઈને પણ જનતા પાસેથી પ્રતિસાદ મળ્યો હતો, જેના આધારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:40 pm IST)