Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઉત્તરાખંડના દેહરાદુન-બાગેશ્વર-નૈનીતાલ-પીથોરગઢમાં યલો એલર્ટ

રવિવારે વહેલી સવારે ભારે વરસાદથી બંધ પૌરી -શ્રીનગર હાઇવે સાંજે પૂર્વવત કરાયો

દેહરાદુનઃ ભારે વરસાદના કારણે દહેરાદુનના બેંગવારી ગામ અને પૌરી જીલ્લાને જોડતા અનેક રસ્તાઓ તુટી ગયા હતા ઉપરાંત પૌરી -શ્રીનગર હાઇવે પણ ૬ કલાકથી વધુ સમય બ્લોક રહ્યો હતો. જે ગઇ કાલે સાંજે કરી પૂર્વવત કરાયો હતો. સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે રવિવારે વહેલી સવારે ૩:૩૦ કલાકે જોરદાર વરસાદ શરૂ થયેલ. જાણે આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયેલ. ગાયોના ગમાણ તુટી જતા ફસાયેલ ૩ ગાયોનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવેલ. ઉપરાંત ટુ વ્હીલર પણ તણાય ગયેલ અને એક કારને પણ ભારે વરસાદથી નુકશાન થયેલ. હવામાન વિભાગના પૌરી અને યમકેશ્વરના પૌરી ઘરવાલમાં ૧૦ મીમી વરસાદ ખાબકયો છે.હવામાન વિભાગે ઉત્તરાખંડના દહેરાદુન, બાગેશ્વર, નૈતીતાલ અને પીથોરગઢ જીલ્લાઓ માટે આજે સોમવારે ભારે વરસાદ અને વાવાઝોડા અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

(11:42 am IST)