Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

પીઓકેમાં આતંકી કેમ્પો, લોન્ચ પેડ્સ પણ ફુલ છે : કમાંડર લેફ્ટેનેન્ટ જનરલ બી એસ રાજુ

ઉનાળામાં ઘુસણખોરીના પ્રયાસોમાં વધારો : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના મોટાપાયે ખાત્માને કારણે તેમની જગ્યા પૂરવા માટે ઘૂસણખોરીના પ્રયાસ વધુ તેજ

નવી દિલ્હી, તા. ૩૧ : પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)માં તમામ આતંકી કેમ્પો અને આશરે ૧૫ જેટલા લોન્ચ પેડ્સ 'ફુલ' છે અને તેઓ ભારતમાં ઘુસીને હુમલો કરવા ટાંપીને બેઠા છે તેમ સેનાના ટોચના કમાંડર લેફ્ટેનેન્ટ જનરલ બી એસ રાજુએ જણાવ્યું હતું. જનરલ રાજુએ ધારણા વ્યક્ત કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના મોટાપાયે ખાત્માને કારણે તેમની જગ્યા પૂરવા માટે ઉનાળાની આ સીઝનમાં ઘુસણખોરીના પ્રયાસોમાં વધારો થશે.

           એક મુલાકાતમાં લેફ્ટેનેન્ટ જનરલ બગ્ગાવલલીએ જણાવ્યું હતું કે આતંકવાદની કરોડરજ્જુ  તૂટી ગઇ છે અને કાશ્મીરીઓ શાંતિથી રહે અને સુધારેલી કાયદો અને વ્યવસ્થા હેઠળ જીવન ગુજારે  તે પાકિસ્તાન હજમ કરી શકતું નથી. જનરલ રાજુએ પહેલી માર્ચથી શ્રીનગરમાં વ્યૂહાત્મકરીતે સ્થિતિ ૧૫માં કોર્પ્સનો હવાલો સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે 'પીઓકેમાં તમામ આતંકી કેમ્પો અને આશરે ૧૫ લોન્ચ પેડ્સ ફુલ છે. આ આતંકીઓ પાકિસ્તાની સેનાની મદદથી ઘુસવા તલપાપડ છે. એ માટે પાકિસ્તાન સતત સીઝફાયરનુંઉલ્લંઘન કરી રહ્યું છે. જોકે અમારી સેના પણ સજાગ છે અને અમે યોગ્ય જવાબ આપી રહ્યા છીએ.

(9:56 pm IST)