Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

30મી જૂન સુધી રાજસ્થાનમાં ધાર્મિક સ્થળ અને શોપિંગ મોલ બંધ રહેશે : નવી ગાઇડલાઇન જાહેર

કરફ્યુ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની છૂટછાટ નહીં :માત્ર આવશ્યક સેવાઓને જ કન્ટેનમેન્ટ ઝોનમાં અનુમતિ રહેશે.

જયપુર : રાજસ્થાન સરકારે કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપને જોતા લોકડાઉનને 30 જૂન સુધી લબાવવા નિર્ણ્ય કર્યો છે અને નવા આદેશ પણ જારી કર્યા છે. રાજ્ય સરકારે લોકડાઉનનાં પાંચમા ચરણ માટે આદેશ આપી દીધાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ધાર્મિક સ્થળો અને શોપિંગ મોલને 30 જૂન સુધી બંધ રાખવામાં આવશે. જો કે,કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર લોકડાઉન 5.0 અંતર્ગત દેશનાં અનેક રાજ્યોમાં 8 જૂનથી ધાર્મિક સ્થળો અને શોપિંગ મોલને ખોલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે રાજસ્થાન સરકારે રવિવારનાં રોજ જારૂ કરેલ લોકડાઉન 5.0નાં આદેશોમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ અથવા તો પૂજા સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે. આ સિવાય આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ શોપિંગ મોલ, આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ, મેટ્રો રેલ સેવા, સ્કૂલ-કોલેજ અને અન્ય શિક્ષણ સંસ્થાઓ, હોટલ, રેસ્ટોરન્ટ, જિમ, સિનેમા હોલ, ઓડિટોરિયમ, મનોરંજન પાર્ક, સામાજિક અને ધાર્મિક આયોજન પણ બંધ રહેશે.

આ સિવાય તમામ દુકાનોને રાત્રીનાં 9થી બંધ કરવાની રહેશે અને દુકાનોમાં કામ કરનારા સ્ટાફે પણ 9 વાગ્યા સુધી ઘરે પહોંચવું જરૂરી રહેશે. રાજસ્થાન સરકારે લોકડાઉન 5ને લઇને જારી કરેલા આદેશમાં કહ્યું કે, કન્ટેનમેન્ટ ઝોન અથવા તો કરફ્યુ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે અને માત્ર આવશ્યક સેવાઓને જ કન્ટેનમેન્ટ ઝોનમાં અનુમતિ રહેશે.

રાજસ્થાનમાં રાત્રીનાં 9 વાગ્યાથી સવારનાં 5 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે અને ગેર આવશ્યક ગતિવિધિઓ માટે અવરજવર નિષેધ રહેશે, જો કે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો, આઇટી કંપનીઓનાં સ્ટાફ, માલ ભરનારા ટ્રક પર આ નિયમ લાગુ નહીં થાય.

(8:31 pm IST)