Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

વધારે સમય માસ્ક પહેરી રાખવાથી શ્વાસની તકલીફ થવાની શકયતા

માથામાં દુખાવો, ગભરામણ જેવી સમસ્યા થઈ શકે

નવી દિલ્હી : કોરોના વાઈરસ મહામારીને કારણે ઘરની બહાર જતી વખતે માસ્ક પહેરવું જરૂરી થઈ ગયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી શ્વાસમાં આવતા ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે જે કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે તે પાછો શ્વાસમાં જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે.

આજના સમયમાં કોરોના સામે લડવા માટે માસ્કને ખુબ જ જરુરી સાબીત થઈ રહ્યું છે. લોકો ઘરની બહાર નિકળતા પહેલા પોતાના મોઢાને માસ્ક અથવા તો રુમાલ વડે ઢાંકી દે છે. જેથી કોરોનાનો ખતરે ખુબ જ આછો થઈ જાય છે. તે માટે માસ્ક ભારતમાં પણ હવે અનિવાર્ય કરી દીધું છે. પરતું હવે ફેસ માસ્કને લઇ એક નવી વાત સામે આવી રહી છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયમાં માસ્ક પહેરવા પર સૌથી વધારે વાયરલ પોસ્ટ થઈ રહી છે. જે પોસ્ટમાં જોવા મળે છે કે, માણસ સતત માસ્ક પહેંરી રાખે તો ઓક્સિજનની અછત સર્જાય છે અને કાર્બન ડાયોક્સાઈડની માત્રા બલ્ડમાં વધી જાય છે. હવે સવાલ એ છે કે શું આ તમામ બાબત સાચી છે કે? અથવા તો ફક્ત આ પ્રકારની પોસ્ટથી માત્ર સોશિયલ મીડિયામાં લોકોને ડરાવવામાં આવી રહ્યા છે.

આ પર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનનું કહેવું છે કે ઘણા કિસ્સાઓમાં લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ જોખમી થઈ શકે છે. આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, ઉચ્ચ સ્તરના કાર્બન ડાયોક્સાઇડ પર શ્વાસ જીવલેણ હોઈ શકે છે. કાર્બન ડાયોક્સાઇડમાં હાજર હાઈપરકેપ્નીઆને લીધે, માથાનો દુખાવો, ચક્કર આવવા, જોવામાં મુશ્કેલી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, કાનમાં અવાજ, જપ્તી જેવી સમસ્યાઓ આવી શકે છે.

(5:59 pm IST)