Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ભારતીય સીમા પર પહેલીવાર સેના તૈનાત કરશે નેપાળ : સંબંધમાં ખટાસ બાદ નિર્ણંય

હવે ભારતીય નાગરિકોને નિર્ધારિત સીમાએથી જ મળશે નેપાળમાં પ્રવેશ

નવી દિલ્હી : નેપાળ અને ભારત વચ્ચે ચાલતા સીમા વિવાદ બાદ નેપાળે વધુ એક વિવાદી નીર્ણય કર્યો છે નેપાળ સરકારે નેપાળ પ્રવેશ કરવા માટે ખુલેલી સીમાઓને બંધ કરવા અને સરકાર દ્વારા નિર્ધારિત સીમા ક્ષેત્રથી જ નેપાળમાં એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે. ભારત સાથે ચાલતા તણાવને જોતા નેપાળે પોતાનાં સીમાવર્તી ક્ષેત્રોમાં સેનાની તૈનાતીને પણ મંજૂરી આપી દીધી છે. આવું પ્રથમ વાર થઇ રહ્યું છે.

નેપાળ અને ભારતની વચ્ચે અંદાજે 1,700 કિમીની ખુલી સીમાઓ છે. હજી સુધી નેપાળ આવનારા ભારતીય નાગરિકોને વગર કોઇ રોક-ટોકે પોતાની સુવિધા અનુસાર આ ખુલી સીમાઓમાંથી એન્ટ્રી મળતી હતી. નેપાળ સરકારનાં તાજેતરનાં નવા નિર્ણયથી હવે માત્ર નિર્ધારિત સીમાથી જ નેપાળમાં પ્રવેશ કરવાની પરવાનગી મળશે.

જે દિવસે નેપાળ સરકારે ભારતીય ક્ષેત્રોને મિલાવીને પોતાનો નવો નકશો રજૂ કર્યો હતો, આ નિર્ણય તે જ દરમ્યાન લેવામાં આવ્યો છે. પરંતુ સરકારે એક સપ્તાહ સુધી આ નિર્ણયને છુપાવીને રાખ્યો. રાજપત્રમાં પ્રકાશિત કર્યા બાદ આને સાર્વજનિક કરવામાં આવ્યો છે.

સીમા વિવાદને લઇને ભારત સાથે ટક્કરનાં મૂડમાં જોવા મળી રહેલ નેપાળનાં પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની કેબિનેટે સીમા વ્યવસ્થાપન અને સુરક્ષાનાં નામ પર સખ્તાઇ દેખાડતા ભારત સાથે જોડાયેલી 20 સીમાઓને છોડીને બાકીની તમામને બંધ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

(5:43 pm IST)