Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

યોગી સરકારની મોટી સિદ્ધિ :Covid હોસ્પિટલોમાં 1 લાખ બેડ તૈયાર કરનાર ઉત્તર પ્રદેશ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

તમામ 75 જિલ્લાઓમાં L1, L2 લેવલની હોસ્પિટલો સંપૂર્ણ રીતે તૈયાર

લખનઉઃ કોરોના સામેની લડાઈમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટી કામગીરી કરી છે, ઉત્તર પ્રદેશ કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરવાવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. પ્રદેશનાં તમામ 75 જિલ્લાઓમાં L1, L2 લેવલની હોસ્પિટલો સંપૂર્ણ રીતે તૈયાર છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેનાં અંત સુધી એક લાખ બેડ તૈયાર કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

 રાજ્યમાં કોરોના ટેસ્ટની પ્રતિદિન ક્ષમતા 10 હજાર સુધી પહોંચી ગઇ છે. આ પહેલાં માર્ચનાં પ્રથમ સપ્તાહમાં પ્રતિદિન 50 ટેસ્ટ જ થઇ શકતા હતાં. સીએમ યોગીએ આદેશ આપ્યો છે કે 15 જૂન સુધી 15000 ટેસ્ટ અને જૂનનાં અંતિમ સપ્તાહ સુધી 20000 ટેસ્ટ પ્રતિદિનની ક્ષમતા હાંસલ કરવામાં આવે. આપને જણાવી દઇએ કે હાલમાં ઉત્તર પ્રદેશમાં 30 લેબ કામ કરી રહી છે જેમાં 24 સરકારી અને 6 અન્ય સંસ્થાઓમાં છે.

 પ્રદેશમાં લેવલ 3નાં 25 હોસ્પિટલ તૈયાર કરવામાં આવેલ છે. કોરોનાનાં સામાન્ય દર્દીઓ માટે લેવલ – 1 અને લેવલ – 2 ની હોસ્પિટલ છે. આપને જણાવી દઇએ કે કોરોનાનાં ગંભીર દર્દીઓ માટે લેવલ 3ની હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે. માત્ર 1ની હોસ્પિટલોમાં સામાન્ય બેડ સિવાય ઓક્સીજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લેવલ 2ની હોસ્પિટલોમાં બેડ પર ઓક્સીજનની સાથે કેટલાંકમાં વેન્ટિલેટરની પણ સુવિધા કરવામાં આવી છે. લેવલ 3ની હોસ્પિટલોમાં વેન્ટિલેટર, આઇસીયૂ અને ડાયાલિસીસની વ્યવસ્થાઓ સહિત ગંભીર દર્દીઓ માટે દરેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓનો દાવો યૂપી સરકારે કર્યો છે.

(5:36 pm IST)