Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

બ્રાઝીલમાં ર૪ કલાકમાં ૩૦ હજાર કેસ : વિશ્વમાં ૬૧.પ૪ લાખે સંક્રમિતોની સંખ્યા પહોંચી જયારે મૃત્યુઆંક ૩.૭૦ લાખ સુધી

વિશ્વમાં કોરોનાઃ બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર કેસ, વિશ્વમાં અત્યાર સુધી 61.54 લાખ સંક્રમિત, મૃત્યુઆંક 3.70 લાખ

વોશિંગટનઃ વિશ્વમાં અત્યાર સુધી 61 લાખ 54 હજાર 35 લોકો સંક્રમિત છે. 27 લાખ 34 હજાર 637 લોકો સારવાર બાદ સાજા થયા છે. મૃત્યુઆંક 3 લાખ 70 હજાર 893 થઈ ગયો છે. બ્રાઝિલમાં સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા આશરે 5 લાખ થઈ ગઈ છે.

બ્રાઝિલમાં એક દિવસમાં 890 લોકોના મૃત્યુ થયા છે. અહીં મોતોનો કુલ આંકડો 28 હજાર 834 થઈ ગયો છે. આ સંખ્યા યૂરોપના ચોથા સૌથી સંક્રમિત દેશ ફ્રાન્સથી વધુ થઈ ગઈ છે. ફ્રાન્સમાં અત્યાર સુધી 28 હજાર 771 લોકોના મૃત્યુ થયા છે.

અમેરિકામાં એક દિવસમાં 960 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 23 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. અહીં 1 લાખ 5 હજાર 557 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. તો 18 લાખ 16 હજારથી વધુ લોકો સંક્રમિત છે.

સ્પેનમાં 24 કલાકમાં 271 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સનિવારે જણાવ્યું કે, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 39 હજાર 228 થઈ ગઈ છે. મેડ્રિડમાં 95 નવા કેસ સામે આવ્યા, જ્યારે કૌટાલોનિયામાં 88 મામલા સામે આવ્યા છે. સ્પેનમાં છેલ્લા સાત દિવસમાં 43 મૃત્યુ થયા છે. કુલ મોતોની સંખ્યા વધીને  27,125 થઈ ગઈ છે.

(11:53 am IST)